પશ્ચિમ બંગાળ / ચૂંટણી પ્રચારના રોડ શોમાં થયેલી હિંસા બાદ ગૂગલ પર મમતા બેનર્જી કરતાં અમિત શાહ વધારે સર્ચ થયા

Amit Shah Kolkata rally

  • 14 મે થી લઈને આજ સુધી અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા ગૂગલ પર ટ્રેન્ડ થઈ રહી છે
  • છેલ્લાં 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં 60 ટકા યુઝર્સે બીજેપીને સર્ચ કરી 

divyabhaskar.com

May 16, 2019, 05:25 PM IST

ગેજેટ ડેસ્ક: મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. અમિત શાહ જે વાહનમાં સવાર હતા તેમની પર દંડા ફેંકવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમુક લોકોએ પથ્થર પણ ફેંક્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એમ બંને પાર્ટી એકબીજા પર હિંસાના આરોપો લગાવી રહી છે. આ ઘટના બાદ ગૂગલ પર મમતા બેનર્જીને બદલે અમિત શાહ વધારે સર્ચ થયા હતા.

14 મે ના રોજ પશ્ચિમ બંગાળમાં યુઝર્સે બીજેપીને 60 ટકા, અમિત શાહને 32 ટકા અને મમતા બેનર્જીને 8 ટકા સર્ચ કર્યાં હતાં. ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા પરથી કહી શકાય કે, પશ્ચિમ બંગાળમાં વિવાદ બાદ મમતા બેનર્જી કરતાં અમિત શાહ વધારે સર્ચ થયાં હતાં. સર્ચિંગ પોઇન્ટમાં અમિત શાહ 49 પોઇન્ટ અને મમતા બેનર્જી 41 પોઇન્ટ પર રહ્યાં હતાં. તો બીજી તરફ કોલકાતામાં અમિત શાહને 79 % અને મમતા બેનર્જીને 21 % યુઝર્સે સર્ચ કર્યા. પશ્ચિમ બંગાળમાં એવરેજ સર્ચમાં અમિત શાહને 76% અને મમતા બેનર્જીને 26% યુઝર્સે સર્ચ કર્યા હતા.

બંગાળમાં વધારે સર્ચ થયેલી ટોપ 5 ક્વેરી

મોદી-100 %
મમતા બેનર્જી વીડિયો-93 %
મમતા બેનર્જી રેલી-87 %
મમતા બેનર્જી મીમ્સ-83 %
મમતા બેનર્જી લાઈવ- 68 %

X
Amit Shah Kolkata rally
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી