શાઓમી '108MP' કેમેરાવાળા 4 સ્માર્ટફોન લોન્ચ કરશે, સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાઓમી હવે સૌથી પાવરફૂલ કેમેરાવાળો સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે
  • સેમસંગનું ISOCELL Bright HMX સેન્સર સૌથી પહેલાં Xiaomi Mi MIX 4 ફ્લેગશિપ સ્માર્ટફોનમાં
  • કંપનીએ આ માટે સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે

ગેજેટ ડેસ્ક. ચીનની પોપ્યુલર સ્માર્ટફોન કંપની શાઓમી હવે સૌથી પાવરફૂલ કેમેરાવાળો સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, કંપની 108 મેગાપિક્સલવાળા ચાર સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કંપનીએ આ માટે સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે. એટલે કે શાઓમીના ફોનમાં સેમસંગના 108 મેગાપિક્સલવાળા સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે. સેમસંગનું ISOCELL Bright HMX સેન્સર સૌથી પહેલાં Xiaomi Mi MIX 4 ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આવી શકે છે.

XDA  ડેવલપર્સ રિપોર્
XDA ડેવલપર્સના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, શાઓમી 108 મેગાપિક્સલવાળા ચાર નવા સ્માર્ટફોન્સની જાણકારી 'MIUI' ગેલેરી એપ પર આપવામાં આવી છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, MIUI ગેલેરી Appની પાસે 108 મેગાપિક્સલવાળી તસવીરોને ફૂલ રિઝોલ્યૂશનમાં જોવા માટે એડેડ સપોર્ટ આપવામાં આવ્યું છે. સાથે સ્માર્ટફોનના અન્ય ફીચર્સ વિશે પણ જાણકારી આપવામાં આવી છે. એપ પર આ ફોન 'tucana','draco','umi અને 'cmi' કોડનામથી લિસ્ટેડ છે. આ તમામ રેડમી બ્રાન્ડની સાથે લોન્ચ કરવામાં આવશે.
આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અને લોન્ચિંગ વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આ અંગે રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે કંપની આ વર્ષના અંતમાં 108 મેગાપિક્સલવાળો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.