અપકમિંગ ફોન / ભારતમાં Mi A3 સ્માર્ટફોન 23 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે, ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળશે

Xiaomi Mi A3 rumored to launch in India on August 23

Divyabhaskar.com

Aug 23, 2019, 01:00 PM IST

ગેજેટ ડેસ્ક: ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી Mi A3 સ્માર્ટફોનને ભારતના માર્કેટમાં 23 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે આ ફોન અત્યાર સુધી ચીન અને યુરોપના દેશોમાં લોન્ચ થઈ ચૂક્યો છે. શાઓમી કંપની Mi A3ને ગયા મહિને સ્પેઇન દેશમાં પણ લોન્ચ કરી ચૂકી છે. આ ફોનના સ્પેસિફિકેશન અને ફીચર્સ Mi CC9 ફોન જેવા જ છે. જો કે, હજુ સુધી ભારતમાં આ ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરવાની બાકી છે. ભારતમાં આ ફોનની કિંમત કેટલી હશે તેનો કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

Mi A3 સ્માર્ટફોનના બેઝિક ફીચર્સ

ડિસ્પ્લે સાઇઝ 6 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ અમોલ્ડ, એચડી પ્લસ, ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન
ઓએસ એન્ડ્રોઇડ 6 પાઈ
પ્રોસેસર 2.0GHz, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 655, એડ્રેનો 610
રેમ 4 GB, 6 GB
સ્ટોરેજ 64 GB, 128 GB
રિઅર કેમેરા 48+8+2 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 32 મેગાપિક્સલ
સિક્યોરિટી ઇન-ડિસ્પ્લે ફિંગપ્રિન્ટ સેન્સર
બેટરી 4030 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જ

X
Xiaomi Mi A3 rumored to launch in India on August 23
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી