ન્યૂ લોન્ચ / શાઓમી Mi 9T સ્માર્ટફોન લોન્ચ, 48MP સોની સેન્સર સાથે ટ્રિપલ રિઅર કેમેરા મળશે

Xiaomi Mi 9T smartphone launch With triple rear camera. 48MP Sony Primary sensor

Divyabhaskar.com

Jun 13, 2019, 09:29 AM IST

ગેજેટ ડેસ્ક. Xiaomi નો નવો સ્માર્ટફોન Mi 9T જે ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો, તે આખરે લોન્ચ થઈ ગયો છે. Mi 9T સ્માર્ટફોન કંપનીએ હાલ યુરોપિયન માર્કેટમાં ઉતાર્યો છે. આ ફોન Redmi K20 નું રિબ્રાન્ડ વર્ઝન હોવાની પણ ચર્ચા સામે આવી છે. K20 ગત મહિને જ ચીનમાં લોન્ચ થયો હતો, જે ટૂંક સમયમાં જ ભારતમાં આવશે. Mi 9T ડિઝાઈન અને સ્પેસિફિકેશન સંદર્ભે Redmi K20 જેવો જ છે. શાઓમીએ Mi 9T ને 329 euro (અંદાજે 25,800 રૂપિયા) ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો છે.

Xiaomi Mi 9Tનું બેઝ મોડેલ 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યું છે. આ વેરિઅન્ટની કિંમત 329 euro (અંદાજે 25,800 રૂપિયા) રાખવામાં આવી છે. તો બીજુ વેરિઅન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 369 euro (અંદાજે 29,999 રૂપિયા) રાખવામાં આવી છે.

સ્પેસિફિકેશન્સ

  • Xiaomi Mi 9T માં 6.39- ઈંચની HD+ AMOLED ડિસ્પ્લે આપી છે. સાથે તેના ફ્રન્ટ અને રિઅર પેનલ પર ગોરિલ્લા ગ્લાસ 5નો સપોર્ટ આપ્યો છે. સાથે જ આ સ્માર્ટફોનમાં NFCનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • ફોટોગ્રાફી માટે આ ફોનના રિઅરમાં AI ટ્રિપલ રિઅર કેમેરા આપ્યા છે. તેમાં 48MP સોની IMX582 સેન્સર+ 8MP સેન્સર + 13MP સેન્સર આપ્યા છે. જોકે, Redmi K20 માં પણ Sony IMX586 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. Mi 9T ના ફ્રન્ટમાં સેલ્ફી માટે 20MPનો પોપ-અપ કેમેરા આપ્યો છે.
  • ફોનના હાર્ડવેરની વાત કરવામાં આવે તો Mi 9T માં સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપ્યું છે. ફોનની બેટરી 4000mAh ની છે અને Mi 9T માં શાઓમીએ 3.5mm હેડફોન જેક તથા ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ પણ આપ્યો છે.
X
Xiaomi Mi 9T smartphone launch With triple rear camera. 48MP Sony Primary sensor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી