ન્યૂ બેન્ડ / શાઓમીએ નવી Mi Band 4 લોન્ચ કરી, સિંગલ ચાર્જિંગમાં 20 દિવસ સુધી બેટરી ચાલશે

Xiaomi launches new Mi Band 4, single charging will last for 20 days

Divyabhaskar.com

Jun 12, 2019, 03:53 PM IST

ગેજેટ ડેસ્ક. શાઓમીએ Mi Band 4 ચીનમાં એક ઈવેન્ટ દરમિયાન લોન્ચ કરી છે. નવી Mi Band વર્ઝનમાં 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન સાથે કલર અમોલ્ડ પેનલ આપી છે. અમોલ્ડ ડિસ્પ્લે હોવાના કારણે આ વૉચમાં ફેસ સપોર્ટ પણ મળી રહે છે. કંપનીએ અન્ય સ્ટિવ બેન્ડનો ઓપ્શન પણ આપ્યો છે, જેથી યુઝર્સ પસંદગીનો વિકલ્પ લઈ શકે. આ નવી બેન્ડમાં 6-એક્સિસ એક્સીલેરોમીટર સેન્સર આપ્યું છે, જે મુવમેન્ટ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટીને મોનિટર કરે છે. સાથે કંપનીએ આ બેન્ડમાં પેમેન્ટ સપોર્ટ પણ આપ્યો છે.

શાઓમી Mi Band 4ની કિંમત ચીનમાં સ્ટાન્ડર્ડ એડિશન માટે CNY 169 (લગભગ 1,700 રૂપિયા) રાખી છે. તો NFC વેરિઅન્ટની કિંમત CNY 229 (લગભગ 2,300 રૂપિયા) રાખી છે. તેની Avengers સિરીઝ લિમિટેડ એડિશન પણ પ્રસ્તુત કરી છે, તેમાં ત્રણ અલગ અલગબેન્ડ્સ, માર્વલ સુપરહીરો વૉચ ફેસની સ્પેશિયલ એવેન્જ પેકેજ કિંમત CNY 349 (લગભગ 3,500 રૂપિયા) રાખવામાં આવી છે.

કંપનીએ હાલપુરતી તેની આંતરરાષ્ટ્રીય કિંમત અને તેની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. Mi Band 3 ગત વર્ષે મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં તેને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી અને તેની કિંમત રૂપિયા 1,999 રૂપિયા રાખવામાં આવી હતી.

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

Mi Band 4 માં 2.5D ગ્લાસ પ્રોટેક્શન અને 120x240 પિક્સેલ રિઝોલ્યૂશન સાથે 0.95- ઈંચની કલર AMOLED ડિસ્પ્લે આપી છે. નવા મોડેલમાં ટચ ઈનપુટનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ઈનબિલ્ટ માઈક્રોફોનની સુવિધા પણ તેમાં મળે છે, જે વોઈસ કમાન્ડ માટે ઉપયોગી હોય છે.

આ નવા MI બેન્ડમાં 6 એક્સિસ એક્સીલેરોમીટર પણ છે, જે વ્યક્તિના ફિઝિકલ મોનિટરિંગ માટે કાર્યરત રહે છે. મોનિટરિંગમાં સાયકલિંગ, કસરત, દોડ, સ્વિમિંગ અને વૉકિંગનો સમાવેશ થાય છે. આ ડિવાઈસ 5 ATM રેટેડ છે તથા અલગ અલગ પ્રકારે સ્વિમિંગ, ટ્રોક્સ-ફ્રી સ્ટાઈલ, બ્રેસ્ટસ્ટ્રોક, બેક સ્ટ્રોક, બટરફ્લાઈ અને મિક્સ્ડ સ્ટાઈલને ઓળખવા માટે પણ સક્ષમ છે.

શાઓમીએ Mi Band 4માં પેમેન્ટ મોડ પણ ઈન્ટિગ્રેટ કર્યો છે, જેના થકી યુઝર્સ પેમેન્ટ પણ કરી શકે છે. આ બેન્ડમાં આપવામાં આવેલા ઈનબિલ્ટ માઈક્રોફોન Mi Band 4 ને વોઈસ કમાન્ડથી ઓળખવા માટે પણ મદદરૂપ થાય છે. તેમાં આપેલી અમોલ્ડ ડિસ્પ્લે પેનલ થકી યુઝર્સ પોતાનાં સ્માર્ટફોન સાથે તેને કનેક્ટ કરી શકે છે, તેનાથી દિવસ દરમિયાનની તમામ શારીરિક પ્રવૃત્તિ, ટેક્સ્ટ મેસેજ નોટિફિકેશન અને વોઈસ કૉલની જાણકારી આપે છે. આ ડિસ્પ્લે ફોન શોધવામાં અને માત્ર એક ટેપમાં મ્યૂઝિક સ્વીચ કરવામાં પણ મદદરૂપ થાય છે. માત્ર એટલું જ નહીં તે હવામાન અને સ્ટોક-માર્કેટનું અપડેટ પણ આપશે.

કંપનીએ આ અંગે જાણકારી આપી છે કે, આ બેન્ડ સિંગલ ચાર્જમાં 20 દિવસ સુધી ચલાવી શકાય છે. સાથે તેમાં યુઝર્સને 77 કલરફૂલ વૉચ ફેસ પણ મળી રહે છે.

X
Xiaomi launches new Mi Band 4, single charging will last for 20 days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી