ઉપયોગી / હેલ્મેટ માટે ઉપયોગી વિંડશીલ્ડ વાઈપર, વરસાદમાં કાચપરથી પાણી હટાવશે

Windshield wiper, useful for helmets, will remove water from glass in the rain
X
Windshield wiper, useful for helmets, will remove water from glass in the rain

  • આ વિંડશીલ્ડ વાઈપર માર્કેટમાં કિંમત રૂપિયા 99થી ઉપલબ્ધ છે
  • ચોમાસામાં સરળતાથી બાઈખ ચલાવવા માટે ઉપયોગી બનશે
  • વૉટરપ્રુફ હેન્ડ્સફ્રી હેલ્મેટમાં સ્પીકર અને માઈખ પણ આપ્યા છે

Divyabhaskar.com

Jun 20, 2019, 04:25 PM IST

ઓટો ડેસ્ક. વરસાદની મોસમ શરૂ થવામાં જ છે. બે-ત્રણ દિવસ વરસેલા વરસાદે વાહનચાલકોને હંફાવી દીધા હતા. હવે આવા સમયે બાઈક ચાલકોને સેફ્ટી માટે હેલ્મેટના કાચ ઉપર પડતા વરસાદી પાણીને હટાવવા માટે વિંડશીલ્ડ વાઈપર માર્કેટમાં ઉપલબ્ધ છે. જે હેલ્મેટના ગ્લાસને વરસાદી પાણીથી સાફ રાખે છે. અહીં એવા જ કેટલાંક હેલ્મેટ અંગેની માહિતી પ્રસ્તુત છે જે માર્કેટમાં ઉપલબ્ધ છે.

1

હેલ્મેટ વાઈઝર શીલ્ડ વાઈપર

હેલ્મેટ વાઈઝર શીલ્ડ વાઈપર

આ શીલ્ડ વાઈપર ડિવાઈસ છે, જેમાં કોઈપણ હેલ્મેટ પર ફીક્સ કરી શકાય છે. આ ડિવાઈસ વોટરપ્રુફ છે જેમાં એક વાઈપર ફીક્સ છે અને તેને રિમોટ થકી કન્ટ્રોલ કરી શકાય છે. વાયપરની ગતિને ઓછી-વત્તી કરી શકાય છે. આ વાઈપર હેલ્મેટનાં કાચ ઉપર લાગેલા વરસાદી છાંટા દૂર કરે છે. કાચ સાફ રહેતાં બાઈક ચાલક રસ્તો સ્પષ્ટ દેખાય છે અને સરળતાથી ડ્રાઈવિંગ કરી શકે છે. આ હેલ્મેટની કિંમત માર્કેટમાં હાલ રૂપિયા 8 હજારથી શરૂ થાય છે.
 

2

ડ્રાઈવિંગ વિઝન ફોર ડ્રાઈવર્સ

ડ્રાઈવિંગ વિઝન ફોર ડ્રાઈવર્સ

આ એક બ્લુટૂથ ડિવાઈસ છે જે 'રેનપાલ' કંપનીએ ડિઝાઈન કર્યું છે. આ ડિવાઈસ સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી કોઈપણ હેલ્મેટમાં ફીટ કરી શકાય છે. ડિવાઈસની અંદર ઈનબિલ્ટ રિચાર્જેબલ બેટરી લગાવેલી હોય છે તેની સાથે એક પાતળું વાયપર હોય છે, જે હેલ્મેટના કાચ પરથી પાણી હટાવવાનું કામ કરે છે. આ ડિવાઈસ માર્કેટમાં રૂપિયા 8,300ની કિંમતે ઉપલબ્ધ હોય છે. 

3

ફિંગર હેલ્મેટ વાઈપર 

ફિંગર હેલ્મેટ વાઈપર 

આ ડિવાઈસને ડ્રાયવર હાથની આંગળીઓમાં પહેરી શકે છે. આ એક નાનકડું ડિવાઈસ છે. જેનાથી હેલ્મેટનાં કાચ પર લાગેલું પાણી સરળતાથી સાફ કરી શકાય છે. આ ડિવાઈસ હાથની આંગળીઓમાં સારીપેઠે ફીટ થઈ જાય છે હેલ્મેટના કાચ પરથી પાણી હટાવવા માટે વારે ઘડીએ પહેરવાની કે કાઢવાની ઝંઝટ રહેતી નથી. આ ડિવાઈસની ઓનલાઈન કિંમત રૂપિયા 99થી શરૂ થાય છે.

4

વોટરપ્રુફ હેન્ડસફ્રી હેલ્મેટ

વોટરપ્રુફ હેન્ડસફ્રી હેલ્મેટ

સ્ટીલબર્ડ કંપનીનું આ હેલ્મેટ મોડેલ નંબર SBA-1 HFથી માર્કેટમાં ઉપલબ્ધ છે. આ હેલ્મેટમાં હેન્ડ્સફ્રી કોલિંગની સુવિધા પણ આપેલી છે. તેના માટે હેલ્મેટની અંદર 2 સ્પીકર્સ અને માઈક આપેલા છે. તેની ખાસિયત એ છે કે, આ સ્પીકર ફોનની બેટરીથી ઓપરેટ થાય છે. તેમાં જે માઈક આપ્યું છે તે માત્ર રાઈડરનો જ અવાજ કેચઅપ કરે છે. બાઈક ચલાવતી વખતે ડ્રાયવર ગીતો સાંભળવા માંગતા હોય તો તે પણ આ હેન્ડસફ્રીથી શક્ય છે. આવું કરવાથી બહારનો ઘોંઘાટ અથવા હોર્નનો અવાજ પણ નહીં સંભળાય. આ સંપૂર્ણપણે વોટરપ્રુફ છે. કંપનીનું કહેવું છે કે, જો 6 કલાક સુધી પાણીમાં રહે તોપણ આ હેલ્મેટમાં રાખેલા સ્પીકર અને માઈકમાં કોઈ ખરાબી આવતી નથી. આ હેલ્મેટની કિંમત માર્કેટમાં રૂપિયા 2589થી શરૂ થાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી