ફેરફાર / વોડાફોન-આઈડિયાએ સસ્તા પોસ્ટપેઈડ પ્લાન બંધ કર્યા, હવે સૌથી સસ્તો પ્લાન ₹ 399નો રહેશે

Vodafone-Idea closed the cheap postpaid plan, now the cheapest plan will be 399

  • પોસ્ટપેઈડ કસ્ટમર્સને નવા પ્લાનમાં મહિને 40GB ડેટા મળશે
  • કંપનીએ કસ્ટમર્સને ટેક્સ મેસેજ થકી આ વાતની જાણકારી આપી
  • આ પ્લાનમાં અનલિમિટેડ વૉઈસ કોલ અને 100 SMS પ્રતિ દિવસનાં મળશે

Divyabhaskar.com

Jun 13, 2019, 11:05 AM IST

ગેજેટ ડેસ્ક. વોડાફોન-આઈડિયા દ્વારા તેનાં મીનીમમ પોસ્ટપેઈડ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંપની દ્વારા હવે સૌથી સસ્તો પ્લાન રૂપિયા 399માં આપવામાં આવશે. આ પ્લાન સાથે કસ્ટમરને દર મહિને 40GB ડેટા મળશે.

મળતા રિપોર્ટ મુજબ વોડાફોન-આઈડિયાએ પોસ્ટપેઈડ ગ્રાહકોને આ બાબતની જાણકારી ટેક્સ મેસેજ થકી આપી છે. હવે કંપની તેનાં તમામ સસ્તા પ્લાન રૂપિયા 399નાં પ્લાનમાં અપગ્રેડ કરી દેશે. થોડા સમય પહેલાં એરટેલે પણ તેનાં સસ્તા પ્લાન બંધ કરીને રૂપિયા 499નો સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો હતો.

વોડાફોને ગ્રાહકોને મેસેજ મોકલીને જાણકારી આપી છે કે, જૂના સસ્તા પ્લાન 10 જૂનથી બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ સસ્તા પ્લાન હવે રૂપિયા 399નાં પ્લાનમાં અપગ્રેડ થઈ ગયા છે. આ પ્લાન સાથે કંપની દ્વારા ગ્રાહકોને 40GB સુધીનો મંથલી ડેટા પુરો પાડવામાં આવશે. તેમાં અનલિમિટેડ વૉઈસ કોલ અને 100 SMS પ્રતિ દિવસનાં મળશે. આ પ્લાનમાં 200GB સુધીના ડેટા આગલા મહિના માટે કેરીફોર્વર્ડ કરવામાં આવી શકે છે.

આ પ્લાનમાં યુઝર્સ એમેઝોન પ્રાઈમ, પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યૂઝિક તથા માય આઈડિયા એપ પર આઈડિયા મૂવીઝ એન્ડ ટીવી, ફ્રી મેગેઝિન જોઈ શકે છે. આ પહેલાં વોડાફોનનાં પોસ્ટપેઈડ પ્લાન 199,299,349 રૂપિયાથી શરૂ થતા હતા.

X
Vodafone-Idea closed the cheap postpaid plan, now the cheapest plan will be 399

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી