અપડેટ / ટૂંક સમયમાં યુઝર્સ એમેઝોન એલેક્સાને હિન્દી ભાષામાં કમાન્ડ આપી શકશે

Users can now command Amazon alexa in Hindi

  • કંપની યુઝર્સને હિન્દી સિવાય તમિળ, મરાઠી, કન્નડ, બંગાળી, તેલુગુ અને ગુજરાતી જેવી ભાષાની સુવિધા પણ આપશે

Divyabhaskar.com

Jun 08, 2019, 04:17 PM IST

ગેજેટ ડેસ્ક: એમેઝોન કંપનીનું એલેક્સા ડિવાઇસ હવે હિન્દી ભાષામાં પણ યુઝરના કમાન્ડને સમજશે અને તેનું પાલન કરશે. લાસ વેગાસમાં ચાલી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સમાં કંપનીએ એલેક્સા ડિવાઇસમાં નવા ફીચરને અપડેટ કરવાની વાત કહી હતી. કંપનીનું કહેવું છે કે, ભારતમાં ક્ષેત્રીય ભાષા સમજવાની ક્ષમતાઓ વધી રહી છે. ટૂંક સમયમાં આ અપડેટ સાથે એમેઝોન એલેક્સા માર્કેટમાં લોન્ચ થશે.

એમેઝોન કંપનીએ એલેક્સા વોઇસ અસિસટન્ટ સિસ્ટમને વર્ષ 2017માં ભારતના માર્કેટમાં લોન્ચ કર્યું હતું. ત્યારબાદ કંપની એલેક્સાને વધારે સારું બનાવવા માટે અમુક ભારતીય ફીચર્સ જોડી ચૂકી છે. હાલમાં જ કંપનીએ જાહેર કર્યું છે કે, ભારતમાં એલેક્સામાં અમુક સ્થાનિક ભાષા ઉમેરવામાં આવશે, જેમાં મુખ્ય રૂપે હિન્દી ભાષા સામેલ છે.

વધુમાં કંપનીએ કહ્યું કે, હાલ અમે હિન્દી ભાષા ઉમેરવાના ફીચર પર જ કામ કરી રહ્યા છે, પરંતુ તેમાં એક સમસ્યા છે. હિન્દી ભાષા તો એક છે, પણ દેશની અલગ-અલગ જગ્યાએ તેનું ઉચ્ચારણ પણ અલગ થાય છે. આ સમસ્યાને કારણે દરેકની હિન્દી ભાષા સમજતું ડિવાઇસ બનાવવું થોડું મુશ્કેલ કામ છે.

એમેઝોન કંપનીનો મુખ્ય હેતુ છે કે, એલેક્સાને સ્વાભાવિક અને માણસો કરતાં વધારે સંવેદાત્મક બનાવવામાં આવે. ફીચરની સમસ્યા ભાષાઓ સાથે નહીં, પણ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અમે ગ્રાહકોને એક પરફેક્ટ ડિવાઇસ આપવા માગીએ છીએ. હાલ એલેક્સા હિંગ્લિશ એટલે કે હિન્દી + ઇંગ્લિશ કમાન્ડને સમજે છે, પણ તે ઘણું સીમિત છે.

ટૂંક સમયમાં એમેઝોન કંપની યુઝર્સને હિન્દી સિવાય તમિળ, મરાઠી, કન્નડ, બંગાળી, તેલુગુ અને ગુજરાતી જેવી ભાષાની સુવિધા પણ આપશે.

X
Users can now command Amazon alexa in Hindi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી