લોન્ચ / ગેલેક્સી A10નું અપગ્રેડેડ મોડલ A10s લોન્ચ થયું, ડ્યુઅલ રિઅર કેમેરા અને ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવશે

Upgraded Model A10s of Galaxy A10 Launched with Dual Rear Camera and Octa-Core Processor
Upgraded Model A10s of Galaxy A10 Launched with Dual Rear Camera and Octa-Core Processor

Divyabhaskar.com

Aug 13, 2019, 02:11 PM IST

ગેજેટ ડેસ્ક: સેમસંગે ભારતીય બજારમાં ગેલેક્સી A સિરીઝનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A10s લોન્ચ કર્યો છે. આ ફોન A10નું અપગ્રેડેડ વેરિઅન્ટ છે. આ ફોન બ્લેક, ગ્રીન અને રેડ કલર વેરિઅન્ટ માં મળશે. જોકે કંપનીએ તેની કિંમત વિશે કોઈ જાણકારી આપી નથી. ગેલેક્સી A10ની હાલની કિંમત 7,990 રૂપિયા છે.

આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ગૂગલના એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.2 ઇંચની HD+ ઇન્ફિનિટી-V ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 720x 1520 પિક્સલ છે. તેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. A10s મોડલમાં ઓક્ટાકોર પ્રોસેસર અને 2 GB રેમ આપવામાં આવી છે.

આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે, જેમાં13 મેગાપિક્સલના પ્રાઈમરી અને 2 મેગાપિક્સલના સેકન્ડરી કેમેરાનું કોમ્બિનેશન છે. તેમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ગેલેક્સી A10માં સિંગલ રિઅર કેમેરા છે અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા છે. એટલે કે ગેલેક્સી A10ની સરખામણીએ A10s ફોન વધું પાવરફુલ છે.

ફોનમાં 32GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ નવા મોડલમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, GPS/A-GPS જેવાં ફીચર આપવામાં આવ્યાં છે. સિક્યોરિટી માટે ફોનની બેક સાઈડમાં ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. આ નવા મોડલમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે, જે તેના જૂના મોડેલમાં 3400 mAh હતી.

X
Upgraded Model A10s of Galaxy A10 Launched with Dual Rear Camera and Octa-Core Processor
Upgraded Model A10s of Galaxy A10 Launched with Dual Rear Camera and Octa-Core Processor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી