ટેક અપડેટ / ટ્વિટર આખી રાત ડાઉન રહ્યા બાદ સવારે 6 વાગેથી ફરી શરૂ થયું, CEOએ માફી માંગી

Twitter has resumed from 6 am Onward after being down all night, company CEO apologized

Divyabhaskar.com

Jul 12, 2019, 11:32 AM IST

ગેજેટ ડેસ્ક. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર 11 જુલાઈ (ગુરૂવાર)ની રાત્રે ડાઉન થઈ ગયું હતું. જેના પગલે યુઝર્સે ઘણી તકલીફોનો સામનો કર્યો હતો. જોકે, શુક્રવારે સવારે 6 વાગ્યાથી પૂર્વવત્ત થઈ જતાં યુઝર્સે રાહત અનુભવી હતી. તેના બંધ રહેવા અંગે કંપનીએ હજી સુધી કોઈ સ્પષ્ટ કારણ દર્શાવ્યુ નથી પરંતુ, રાત્રે અંદાજે 1.46 વાગે કંપનીએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. જેમાં કહ્યું હતું કે, બંધ રહેલી સર્વિસ પૂર્વવત્ત કરી દેવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં લોકોએ નારાજગી દર્શાવી

ટ્વિટર બંધ થતાં યુઝર્સે બીજા સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર પોતાની ભડાશ કાઢી હતી. ટ્વિટર બંધ હોવા અંગેજી નારાજગી ફેસબુક, ઈન્સ્ટાગ્રા જેવા પ્લેટફોર્મ પર વ્યક્ત કરી રહ્યા હતા. બાદમાં ટ્વિટર શરૂ થઈ જતાં ત્યાં પણ લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. આ દરમિયાન કેટલાંક મીમ્સ પણ વાયરલ થયા હતા. તો કંપનીએ તેના જવાબમાં મજાક સાથે ટ્વિટ કરીને કહ્યું, શું અમને મીશ કર્યા?

ટ્વિટરનાં સીઈઓ જેકે આ બાબતે ટ્વીટ કરીને લખ્યું કે, અમે ડાઉન હતા, પરંતુ ધીમે ધીમે પરત આવી રહ્યા છીએ. યુઝર્સને થયેલી અગવડતા બદલ માફી માંગીએ છીએ. ટ્વિટરને પૂર્વવત્ત કરવા માટે તેમણે ઓપરેશન્સ અને એન્જિનિયરિંગની ટીમને કામે લગાડી હતી અને તમેને બિરદાવી પણ હતી.

X
Twitter has resumed from 6 am Onward after being down all night, company CEO apologized
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી