તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂન મહિનામાં રૂપિયા 10 હજારની કિંમતે ખરીદવા માટેનાં ટોપ 5 સ્માર્ટફોન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક. મોબાઈલ માર્કેટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં ખૂબ સ્પર્ધા જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં મીડરેન્જ અને લો કોસ્ટ સાથેનાં સ્માર્ટફોન વધુ પ્રચલિત છે. જો જૂન મહિનામાં 10 હજારની રેન્જમાં સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હોય તો તેમના માટે આ ટોપ 5 સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ મીડરેન્ડ ફોનમાં શાઓમી, રિઅલમી અને સેમસંગ જેવી કંપનીના ફોન સામેલ છે. માર્કેટમાં સતત નવા ફોન આવતા હોવાથી આ સેગમેન્ટમાં સ્પર્ધા પણ એટલી જ વધી છે. જેથી સ્માર્ટફોનની પસંદગી કરતી વખતે ગ્રાહકો મૂંઝવણ અનુભવતા હોય છે. આવા જ કેટલાંક સ્માર્ટફોન જે ગ્રાહકો માટે બેસ્ટ સાબિત થઈ શકે તેના વિશેની કેટલીક વિગતો અહીં પ્રસ્તુત છે.
 
Xiaomi Redmi 7

શાઓમીનો આ સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ લોન્ચ થયો હતો. તેની પ્રારંભિક કિંમત રૂપિયા 7,999 છે. આ કિંમત ફોનનાં 2GB/32GB વેરિઅન્ટની છે. ફોનમાં સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, 12 મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલનાં ડ્યૂઅલ કેમેરા, સેલ્ફી માટે 8 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા અને 4000mAhની બેટરી સામેલ છે. 

Xiaomi Redmi Y3 અને Redmi Note 7

અહીં બે સ્માર્ટફોન લિસ્ટ કર્યા છે. શાઓમીનાં આ બંને સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 9,999 રૂપિયા છે. આ કિંમત બંને ફોનનાં 3GB/32GB વેરિઅન્ટની છે. બંને ફોનમાં કેટલીક બાબતો એક સમાન છે. પરંતુ Redmi Y3માં સેલ્ફી માટે સારો ઓપ્શન ઉપલબ્ધ છે, તેમાં 32 MPનો સેલ્ફી કેમેરા આપ્યો છે. તો Redmi Note 7માં સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપ્યું છે જે આ સેગમેન્ટમાં ખૂબજ દમદાર કહેવાય છે. 

Realme 3

રિઅલમીના આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 8,999 રૂપિયા છે. આ કિંમત 3GB/32GB વેરિઅન્ટની છે. તેમાં MediaTek Helio P70 પ્રોસેસર, 4230mah બેટરી અને 13 મેગાપિક્સેલ તથા 2 મેગાપિક્સેલનાં રિઅર કેમેરા આપ્યા છે.

Samsung Galaxy M20

આ સ્માર્ટફોન ઘણા સમયથી માર્કેટમાં છે. તેમાં ફીચર્સ પણ ખૂબ સારા છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં 5000mAhની પાવરફૂલ બેટરી આપી છે. જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP+5MP રિઅર કેમેરા આપ્યા છે. આ સેગમેન્ટનો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા આપ્યો છે. તેના સિવાય Widevine L1 સર્ટિફિકેશન, ફેસ- અનલોક, Dolby ATMOS, 1.8GHz Exynos 7904 ઓક્ટાકોર પ્રોસેસર અને એન્ડ્રોઈડ પાઈ સપોર્ટ આપ્યો છે. આ ફોનની પ્રારંભિક કિંમત રૂપિયા 9,990 છે. જે 3GB/32GB વેરિઅન્ટની કિંમત છે. 

Asus Zenfone Max Pro M2

જો આપને સ્ટોક એન્ડ્રોઈડ વાળો ઈન્ટરફેસ પસંદ હોય તો આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન છે. Asus Zenfone Max Pro M2 માત્ર 9,999ની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે. આ કિંમત 3GB/32GB વેરિઅન્ટની છે. આ ફોનની સ્ક્રીનમાં ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન, 12+5MP રિઅર કેમેરા, 13MP ફ્રન્ટ કેમેરા, સ્નેપડ્રેગન 660 અને 5000mAh બેટરી મળે છે.