સ્માર્ટ બ્રેસલેટ / યુઝર્સની ખરાબ આદતો પર 'પેવલોક બ્રેસલેટ' 350 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક આપશે, કિંમત 14,000 રૂપિયા

this electric shock bracelet zap you out of bad habits
this electric shock bracelet zap you out of bad habits

આ વીજળીનો ઝટકો જાનલેવા નથી
એકવખત ફુલ ચાર્જ કર્યા બાદ પેવલોક બ્રેસલેટ 150 વાર ઇલેક્ટ્રિક શોક આપવાની ક્ષમતા ધરાવે છે

Divyabhaskar.com

Jun 18, 2019, 04:16 PM IST

ગેજેટ ડેસ્ક: રોજિંદા જીવનમાં આપણને ઘણી ખરાબ ટેવ હોય છે, જે લાખ કોશિશ કરવા છતાં પણ છૂટી શકતી નથી. આ ટેવ છોડાવવામાં હવે બ્રેસલેટ તમને મદદ કરશે. હાલ આપણે જોઈએ છીએ તેમ વિકસતી જતી ટેક્નોલોજી આપણું જીવન સરળ બનાવી રહી છે. હવે ખરાબ આદત છોડવામાં યુઝરને હળવો શોક આપીને એક બ્રેસલેટ મદદ કરશે. તેનું નામ 'પેવલોક બ્રેસલેટ' છે.

350 વોલ્ટનો ઇલેક્ટ્રિક કરંટ
કસ્ટમર આ બ્રેસલેટને ઓનલાઇન શોપિંગ સેન્ટર એમેઝોન પરથી ખરીદી શકશે. ભારતમાં આ બ્રેસલેટની શરૂઆતની કિંમત 14,000 રૂપિયા છે. યુઝર આ બ્રેસલેટ પહેર્યા બાદ જેવી કોઈ ખરાબ આદત કરશે તેવો તેને 350 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક લાગશે.

પેવલોક મોબાઈલ એપ
હવે તમને આ વાંચીને એ વિચાર આવતો હશે કે, બ્રેસલેટને તમારી ખરાબ આદત વિશે કેવી રીતે ખબર પડે! પેવલોક બ્રેસલેટની સાથે યુઝર્સે તેની એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં તે સેટિંગ કરી શકશે. તેની ખરાબ આદત વિશે વોર્ન કરવાનું તે બ્રેસલેટમાં સેવ કરી શકે છે. જો કે, આ બ્રેસલેટથી લાગતો શોક જીવલેણ નથી. આ વીજળીનો ઝટકો માત્ર યુઝરને ચેતવવા પૂરતો જ છે.

3-5 દિવસોમાં અસર દેખાશે
પેવલોક કંપનીએ દાવો કર્યો છે કે, યુઝરની ખરાબ આદત છૂટી રહી છે તે વાત માત્ર 3-5 દિવસોમાં જ મહેસૂસ થશે. એકવખત ફુલ ચાર્જ કર્યા બાદ પેવલોક બ્રેસલેટ 150 વાર ઇલેક્ટ્રિક શોક આપવાની ક્ષમતા ધરાવે છે. બ્રેસલેટના ફીચરનો ફાયદો લેવા માટે યુઝરે તે પહેરેલું હોવું જોઈએ.

X
this electric shock bracelet zap you out of bad habits
this electric shock bracelet zap you out of bad habits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી