ગૂગલ મેપ / એક્સપ્લોર, ઓફર્સ અને રેકમન્ડેશન ફિચર યૂઝર્સને નજીકની સર્વિસની જાણકારી આપશે

The Explore, Offers and Recondition feature will inform users of the nearest service

Divyabhaskar.com

Aug 12, 2019, 07:35 PM IST

ગેજેટ ડેસ્ક. નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી એક ઈવેન્ટમાં સર્ચ એન્જિન જાયન્ટ કંપની ગૂગલે ગૂગલ મેપ્સ માટે ભારતમાં ત્રણ નવાં ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેમાં એક્સપ્લોર નિઅરબાય ટેબ, ઓફર્સ અને ફોર યુ ટેબ સામેલ છે. આ ત્રણ ફીચર માટે ગૂગલની મુખ્ય યોજના એ છે કે, તેનો ઉપયોગ યુઝર્સને સારી રેસ્ટોરાં, નજીકનાં એટીએમ સહિત જગ્યાઓની માહિતી મળી શકે. જો કે આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કેટલાંક જરૂરી સ્ટેપ્સની જાણકારી હોવી જોઈએ.

એક્સપ્લોર ટેબ
એપના લોન્ચિંગ પેજના બોટમ પર રહેલ બાર પર એક્સપ્લોર, કમ્યુટ અને ફોર યુ ઓપ્શનમાંથી એક્સપ્લોર પર ટેપ કરો. હવે તમારી સ્ક્રીનના બોટમ હાફ પર એક્સપ્લોર નિઅરબાય અથવા એક્સપ્લોર (વ્હેર યુ આર) ઓપ્શન દેખાશે. તે કોઈ ફીડ જેવું દેખાશે, જેને ડ્રેગ કરવાથી તમારી આસપાસમાં થઈ રહેલી ઈવેન્ટ્સ અથવા ટોપિકલ સર્ચની જાણકારી મળશે. એક્સપ્લોર નિઅરબાય બેન્ડની નીચે જમણી બાજુ તમારી આસપાસની વસ્તુઓ જેવી કે એટીએમ, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરાં વગેરે એક્સપ્લોર કરવા માટે બનાવવામાં આવેલા સાત શોર્ટકટ્સ દેખાશે. તમારી જરૂરી વસ્તુઓ અને સ્થાનને કેટેગરીમાં ડિસ્ટ્રિબ્યુટ કરતું વિગતવાર ડ્રોપ ડાઉન લિસ્ટ જોવા માટે તમે "..." (આઈકન) પર ટેપ કરી શકો છો.

ઓફર્સ
ગૂગલ મેપ્સ ઓપન કર્યા બાદ બોટમમાં ડાબી સાઈડે એક્સપ્લોર ટેબ પર ટેપ કરો. અહીં ઓફર્સ માટે સાતમાંથી એક ગ્રીન કલરના શોર્ટકટ પર ટેપ કરો. હવે નજીકની રેસ્ટોરાંના લિસ્ટમાંથી કોઈ એક રેસ્ટોરાંના નામ પર ટેપ કરવાથી તેની તસવીર, ઉપલબ્ધ ફૂડની જાણકારી અને રેસ્ટોરાંનું પેજ બતાવશે. અહીં મેન્યૂ, રિવ્યૂ, ડાયરેક્શન, કોન્ટેક્ટ શોર્ટકટ, રિઝર્વ ટેબલ જેવી સુવિધાઓની જાણકારી મળશે. બુકિંગ કન્ફર્મેશન થવા પર એસએમએસ અથવા ઈમેલ આવશે. અહીં તમને કેન્સલ કરવાનો ઓપ્શન પણ મળશે.

રેકમેન્ડેશન

ગૂગલ મેપ ઓપન કરી એપની બોટમ રાઈટમાં આવેલા ફોર યુ ટેબ પર ટેપ કરો. અહીં તમને ન્યૂઝ ફીડમાં દરેક પોસ્ટની સામે એક બુકમાર્ક આઈકોન દેખાશે, જે ‘વોન્ટ ટુ ગો’ કાર્ટમાં સેવ થઈ જાય છે. ‘વોન્ટ ટુ ગો’ કાર્ટમાં એડ કરવામાં આવેલી તમામ જગ્યાઓ જોવા માટે ફોર યૂ ટેબને ટોપ રાઈટમાં સેટિંગ ગિઅરની આગળ બુકમાર્ક આઈકન પર ટેપ કરો. નવી જગ્યા ઉમેરવા માટે ફેવરિટ એન્ડ સ્ટાર્ડ પ્લેસ લિસ્ટ બાય ડિફોલ્ટ ઓપ્શન આપવામાં આવ્યો છે. કોઈ પ્લેસને 'વોન્ટ ટુ ગો' આઈકન પર ટેપ કરવાથી મારું પ્રાઈવેટ લિસ્ટ બનાવી શકાશે.

X
The Explore, Offers and Recondition feature will inform users of the nearest service
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી