સેફ્ટી / ફોન ચોરી કે ગુમ થતાં જ સંપૂર્ણ સર્વિસિઝ લૉક થઈ જશે, ઓગસ્ટથી આ નવી સેવા શરૂ થશે

The entire service will be locked when the phone is stolen or lost, this new service will start from August

  • મોબાઈલ ફોનની ચોરી અટકાવવા માટે સરકારે નવી પદ્ધતિ વિકસાવી 
  • નવી ટેકનિકથી ફોનને ટ્રેસ કરવું શક્ય બનશે

Divyabhaskar.com

Jul 08, 2019, 10:50 AM IST

ગેજેટ ડેક. મોબાઈલ ફોન ચોરી થવાની વધતી ઘટનાઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર આગામી મહિનાથી નવી પદ્ધતિ અપનાવવા જઇ રહી છે. જો ફોનમાંથી સિમ કાર્ડ કાઢવામાં આવ્યું હોય કે પછી હેન્ડસેટની ઓળખ માટે જારી થનાર યૂનિક કોડ આઈએમઈઆઈ નંબરને બદલી નાખવામાં આવ્યો હોય તો પણ નવી ટેકનિકથી ફોનને ટ્રેસ કરવું શક્ય બનશે. એટલું નહીં ફોનના ચોરી થતાં કે ગુમ થતાં જ સંપૂર્ણ ડેટા અને સેવા બંધ થઈ જશે. એટલે કે જે પણ વ્યક્તિએ ફોન ચોર્યો છે તે તેનો ઉપયોગ નહીં કરી શકે.

આ ટેકનિક કઈ રીતે કામ કરશે?

સરકારનાં ટેલિકોમ્યુનિકેશ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, નેશનલ ટેલિકોમ્યુનિકેશન પોલિસી 2012 હેઠળ મોબાઇલ ફોનની ચોરી રોકવા માટે નવી પદ્ધતિ વિકસાવવા પાછળ ઉપર ચાલી રહ્યું હતું. જુલાઈ 2017માં મોબાઈલ ફોન ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરશરૂ કરાયું છે. સીઆઈઈઆર હેઠળ તમામ હેન્ડસેટ નિર્માતા કંપનીઓ દ્વારા જારી થનારા આઈએમઈઆઈ નંબર અને ટેલિકોમ કંપનીઓ દ્વારા અપાતું નેટવર્ક એક પ્લેટફોર્મ પર આવી જશે. એટલે કે હવે સીઆઈઈઆર સીધું મોબાઈલ ફોનને નિયંત્રિત કરી શકે છે. જેમ કે ફોન ચોરી થશે કે ગુમ થશે તો ગ્રાહક ટેલીકોમ ઓપરેટરને અથવા સીધા ટેલિકોમ્યુનિકેશ વિભગ દ્વારા જારી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને હેન્ડસેટને બ્લોક કરાવી શકશે.

X
The entire service will be locked when the phone is stolen or lost, this new service will start from August
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી