ન્યૂ લોન્ચ / ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો સૌથી સસ્તો ટેક્નો ફેન્ટમ 9 ફોન, 100 દિવસની રિપ્લેસમેન્ટ વૉરંટી મળશે

Techno Phantom 9 phone with an in-display fingerprint sensor will launch, get 100 days replacement warranty

Divyabhaskar.com

Jul 10, 2019, 03:49 PM IST

ગેજેટ ડેસ્ક. ચીની કંપની ટ્રાન્સિસન હોલ્ડિંગના નેતૃત્ત્વ વાળી ટેક્નોએ ભારતીય માર્કેટમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો સૌથી સસ્તો સ્માર્ટફોન ટેક્નો ફેન્ટમ 9 લોન્ચ કર્યો છે. તેની કિંમત રૂપિયા 14999 રાખી છે. કસ્ટમર્સ આ ફોન 17 જુલાઈથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.

ટેક્નો ફેન્ટમ 9ના ફીચર્સ

ટેક્નો ફેન્ટમ 9માં 6.4 ઈંચની ફુલ એચડી+અમોલ્ડ સ્ક્રીન આપી છે જેનો અસ્પેક્ટ રેશિયો 19.5:9નો છે. તેનુ રિઝોલ્યુશન 1080 X 2340 પિક્સેલ છે. આ ફોન 3D બેક કવર સાથે આવે છે. ફોનમાં 32 મેગાપિક્સેલનો AI સેલ્ફી કેમેરા આપ્યો છે. તો ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા 16MP + 8MP + 2MP સેટઅપ આપ્યા છે. ફોનમાં ડ્યુઅલ એલઈડી ફ્લેશ લાઈટ પણ આપી છે. ફોટોગ્રાફી માટે તેમાં AI K, HDR, પોર્ટ્રેટ મોડ, બ્યૂટી, AR મોડ, ઈમોજી, વાઈઢ સેલ્ફી જેવા ફીચર્સ આપ્યા છે.

100 દિવસની રિપ્લેસમેન્ટ વૉરન્ટી

કંપની ટેક્નો ફેન્ટમ 9 સ્માર્ટફોન સાથે 111 પ્રૉમિસ આપી રહી છે. જેમાં 100 દિવસની રિપ્લેસમેન્ટ વૉરન્ટી, વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, એક વર્ષની ફોન પર વૉરન્ટી સામેલ છે. આ તમામને એક કરીને કંપનીએ 111 પ્રૉમિસ તૈયાર કરી છે. દેશભરમાં તેનાં 986 સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવશે જે 700થી વધુ શહેરોમાં હશે. કંપની દ્વારા 3400થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને 1 લાખથી વધુ રિટેલર્સ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

કંપની અનેક બ્રાન્ડના ફોન વેચે છે

ટ્રાન્સિસન હોલ્ડિંગ ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની છે જે અલગ અલગ નામથી સ્માર્ટફોન વેચે છે. તેમાં ટેક્નો, આઈટેલ, ઈન્ફિનિક્સ અને સ્પાઈસ જેવી બ્રાન્ડ સામેલ છે. કંપની ઓરાઈમો નામ સાથે એક્સેસરીઝ બ્રાન્ડ પણ ધરાવે છે. ભારતમાં કંપની હજી વધુ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેમાં ફીચર ફોન અને સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે.

X
Techno Phantom 9 phone with an in-display fingerprint sensor will launch, get 100 days replacement warranty
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી