ઓફર / HOM 32 HD LED ટીવી પર કંપનીની સુપરહિટ પ્રાઈસ ઓફર, કિંમત માત્ર 7990 રૂપિયા

SUPER HIT SIZE, SUPER HIT PRIZE, The All New HOM 32 HD LED, Now Just at Rs. 7990 Only

  • કંપની દ્વારા વર્લ્ડકપ એડિશન ઉપર આ ઓફર પ્રાઈસ લાગુ કરવામાં આવી છે
  • આ ટીવી ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ અને પેટીએમ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ ખરીદી શકાશે

Divyabhaskar.com

Jul 06, 2019, 03:44 PM IST

ગુજરાતઃ થોડાં વર્ષો પહેલાં દેશમાં એકમાત્ર 'ડબ્બા' ટીવી સૌનો સહારો હતાં. બાદમાં એલઇડી અને એચડીનો સમય આવ્યો. હવે નવી ટેક્નિક OLED ભારતના ટીવી ઉદ્યોગને નવો વળાંક આપી રહી છે. ટેલિવિઝન ક્ષેત્રે આવેલી OLED, વેબ OS, એન્ડ્રોઇડ OS, અલ્ટ્રા HD જેવી આધુનિક ટેક્નોલોજીઓએ નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે. આથી જ હવે જૂના ટીવીને ભૂલીને પોસાય તેવી કિંમતે નવતર ટેક્નોલોજીવાળાં ટીવી અપનાવવાનો સમય પાકી ગયો છે.

અત્યારે ટેલિવિઝન શોરૂમમાં પ્રવેશો ત્યારે એક જુઓ અને એક ભૂલો તેવાં જાતભાતની ટેક્નોલોજીવાળાં ટીવી જોઈને કન્ફ્યુઝ થઈ જઈએ તેવો માહોલ છે. ખાસ કરીને આપણા ઘર માટે પર્ફેક્ટ હોય તેવું ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું ટીવી ખરીદવામાં ભારે મશક્કત કરવી પડે છે. આ તમામ કન્ફ્યુઝનન દૂર કરવા માટે ક્વોલિટી, અત્યાધુનિક ટેક્નોલોજી અને ગુડ લુક્સનું પર્ફેક્ટ કોમ્બિનેશન એટલે HOM કંપનીનાં 32 ઈંચનાં ટેલિવિઝન. આ વાંચીને પહેલો સવાલ એ થાય કે એવી તે શી ખાસિયતો છે HOM ટીવીમાં?

HOM ટીવી, ક્રિકેટ વર્લ્ડ કપ 2019 સ્પેશિયલ એડિશન

ભારતની બેસ્ટ સેલિંગ ટેલિવિઝન બ્રાન્ડ્સમાં સામેલ એવી HOM દ્વારા રજૂ કરાયેલાં 32 ઈંચનાં HD LED TV ત્રણ કલર બ્લ્યુ, બ્લેક અને સિલ્વરમાં ઉપલબ્ધ છે. આ તમામ ટીવી એક વર્ષની વોરંટી સાથે આવે છે. રખે ને ટીવીમાં કોઈ મોટો પ્રોબ્લેમ આવે તો કંપની રિપ્લેસમેન્ટનો ઓપ્શન પણ આપે છે. HOM 32 HD LED TVનાં ફીચર્સની વાત કરીએ તો તેમાં HD ડિસ્પ્લે, Boom Box 24W Speakers, 2 HDMI પોર્ટ્સ, 2 USB પોર્ટ્સ, 1 VGA Port ઉપલબ્ધ છે. કોઈ પ્રેઝન્ટેશન વગેરે માટે આ ટીવીને લેપટોપ કે કમ્પ્યુટર સાથે પણ આસાનીથી કનેક્ટ કરી શકાય છે. આ ટીવી ન્યૂ કલર, સ્ટાઇલિશ સ્લિમ ડિઝાઇન અને એચડી રિઝોલ્યુશન સાથે સ્ટેડિયમ જેવો અનુભવ કરાવે છે. આ ટીવી સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ મનોરંજન માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

HOM 32 HD LED TVનું સૌથી આકર્ષક પાસું તેની કિંમત છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ ટીવી 1 વર્ષની વોરંટી સાથે માર્કેટમાં રૂપિયા 14,000થી 15,000ની કિંમતે ઉપલબ્ધ હોય છે. પરંતુ HOM 32 HD LED ટીવી માત્ર રૂપિયા 7,990માં ઉપલબ્ધ છે.

HOM 32 inches TVનું પ્રી-બુકિંગ 28 જૂને શરૂ થયું હતું અને 3 જુલાઈએ પૂર્ણ થયું હતું. HOM 32 ઇંચ ટીવીનું વેચાણ 4 જુલાઇથી શરૂ થઈ ચૂક્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહિલ પૂજારાએ જણાવ્યું હતું કે, 'અમે અમારા ગ્રાહકોની અપેક્ષાઓને પહોંચી વળવા માટે પ્રયત્ન કરીએ છીએ તેથી અમે તેને દરેક ફેમિલીનો મેમ્બર તરીકે ઓળખાવીએ છીએ. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને કટિંગ ઍજ ડિઝાઈન ધરાવતાં અમારાં ટીવી માત્ર ટેક્નો સૅવી ગ્રાહકો માટે જ નહીં, બલકે મનોરંજનનું અત્યાધુનિક માધ્યમ, કમ્ફર્ટ અને લક્ઝુરિયસ માધ્યમ ઈચ્છતી કોઈ પણ વ્યક્તિને પસંદ પડે તેવાં છે. ત્યારે રાહ શેની જુઓ છો? HOM ટીવીની 32 ઈંચની વર્લ્ડ કપ લિમિટેડ એડિશનનાં HD LED ટીવી ખરીદી લો અને તે પણ માત્ર રૂપિયા 7,990 માં!'

HOM TV 32ઇંચથી 65 ઇંચની વર્લ્ડ ક્લાસ ટીવીની રેન્જમાં શ્રેષ્ઠ ટીવી બ્રાન્ડ છે. હાલમાં કંપની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણા રાજ્યમાં કાર્યરત છે. ટૂંક સમયમાં જ કંપની તેની ઉચ્ચ ગુણવત્તા અને શ્રેષ્ઠ કિંમતના ઉત્પાદનો સાથે દેશભરની તમામ મુખ્ય બ્રાન્ડને ટક્કર આપશે. કંપનીએ ખૂબ જ ઓછા સમયમાં 50,000 થી વધુ ટીવી યુનિટ વેચ્યાં છે.

HOM TV દેશમાં આશરે 12,000 મોબાઇલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ અને પેટીએમ જેવી ઈ-કોમર્સ વેબસાઈટ સાથે પણ ટાઈઅપ કર્યું છે. જેમાં કસ્ટમર્સ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

X
SUPER HIT SIZE, SUPER HIT PRIZE, The All New HOM 32 HD LED, Now Just at Rs. 7990 Only
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી