ટેક્નોલોજી / મેસેજિંગ એપ 'સ્નેપચેટ'એ 3D ફોટોગ્રાફી કરતા સ્પેક્ટિકલ 3 લોન્ચ કર્યા, ચશ્માંની કિંમત 27 હજાર રૂપિયા

Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images

  • ચશ્માંમાં ડ્યુઅલ HD કેમેરા સેટઅપ છે, જે ફ્રેમના બંને ખૂણા પર લાગેલા છે
  • આ ચશ્માંનું લિમિટેડ વર્ઝન હશે, જે વર્ષ 2020 સુધીમાં માર્કેટમાં લોન્ચ થશે

Divyabhaskar.com

Aug 14, 2019, 03:59 PM IST

ગેજેટ ડેસ્ક: મલ્ટિમીડિયા મેસેજિંગ એપ સ્નેપચેટે મંગળવારે પોતાના નેક્સ્ટ જનરેશન સ્પેક્ટિકલ 3 સનગ્લાસ લોન્ચ કર્યા છે. આ ચશ્માં 3D ફોટોગ્રાફી કરવામાં સક્ષમ છે. યુઝર્સ 3D ફોટો સનગ્લાસથી ક્લિક કરીને સ્નેપચેટ મેસેજિંગ એપમાં મિત્રો સાથે શેર કરી શકશે. ચશ્માંની કિંમત 27 હજાર રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે, આ ચશ્માંનું લિમિટેડ વર્ઝન હશે, જે વર્ષ 2020 સુધીમાં માર્કેટમાં લોન્ચ થશે.

કંપનીએ કહ્યું કે, સ્પેક્ટિકલ 3ને સ્પેશિયલ 3D ફોટોગ્રાફી કરવા માટે જ ડિઝાઇન કર્યા છે. ચશ્માંની બંને બાજુ એચડી કેમેરા છે. બંને એચડી કેમેરા જેમ આંખ કેપ્ચર કરે છે, તેમજ ઓબ્જેક્ટની ડેપ્થ અને ડાયમેંશન કેપ્ચર કરે છે. આ સાથે ચશ્માંના ઓગમેન્ટેડ રિયાલિટી ટૂલની મદદથી ફોટો અને વીડિયોને વધારે ક્રિએટિવ બનાવી શકાય છે. યુઝર્સ સ્પેક્ટિકલ 3માં ક્લિક કરેલા ફોટાને લાઈટનિંગ, લેન્ડસ્કેપ અને બીજી અન્ય મેજિકલ ઇફેક્ટ આપી શકે છે.

ઉલ્લેખીનય છે કે, કંપનીએ વર્ષ 2016માં પણ આ પ્રકારના ચશ્માં લોન્ચ કર્યા હતા, પણ તેમાં 3D ફોટોગ્રાફીની કોઈ સુવિધા નહોતી. ન્યૂ સ્પેક્ટિકલ 3ની કિંમત તેના ઓરિજિનલ વર્ઝન કરતાં
બે ગણી વધારે છે.

સ્નેપ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઇવાન સ્પાઇગલે કહ્યું કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેપચેટનો સતત 75 ટકા યુઝર્સે ઉપયોગ કર્યો છે, જેમાં 13 થી 34 ઉંમરના યુઝર્સનો સામેલ છે. એપને દુનિયાભરમાં રોજ 19 કરોડ લોકો વાપરે છે. આ સંખ્યા રોજ ટ્વિટર યુઝ કરનારા લોકો કરતાં 6 કરોડ વધારે છે. આટલા બધા યુઝર્સ હોવા છતાં કંપની લોસમાં ચાલે છે. યંગસ્ટર્સમાં પોપ્યુલર મેસેજિંગ એપ વર્ષ 2011માં લોન્ચ થઈ ત્યારથી કોઈ નફો થતો નથી.

X
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
Snap Spectacles 3 Unveiled, Can Capture 3D Images
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી