• Home
  • Gadgets
  • Latest
  • Scientists develop self healing robots that can sense damage and patch themselves up in few minutes without human help

ઈનોવેશન / વૈજ્ઞાનિકોએ બનાવ્યો સેલ્ફ હીલિંગ રોબોટ હેન્ડ, ડેમેજ થવાથી જાતે કરશે પોતાનું રિપેરિંગ

Scientists develop self healing robots that can sense damage and patch themselves up in few minutes without human help
Scientists develop self healing robots that can sense damage and patch themselves up in few minutes without human help

  • રોબોટ હેન્ડ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનાવામાં આવ્યો, નાજુક અને મુલાયમ સામાનને ઉપાડવામાં કરશે મદદ
  • વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના પોલિમરથી રોબોટ બનાવ્યો છે, જે ડેમેજ થવાથી ગણતરીની મિનિટોમાં રિબોન્ડ થઈ જશે

Divyabhaskar.com

Aug 09, 2019, 03:48 PM IST

ગેજેટ ડેસ્ક: બેલ્જિયમના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનો રોબોટ બનાવ્યો છે, જેમાં દર્દ અને ડેમેજને સમજવાની ક્ષમતા છે. એટલું જ નહીં પરંતુ આ રોબોટ માણસોની સહાયતા વગર જ પોતાનું રિપેરિંગ કરી નાખે છે.

આ રોબોટ એક વિશિષ્ટ પ્રકારનો રોબોટિક હેન્ડ છે, જે 3D પ્રિન્ટિંગની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આ રોબોટને અનેક પ્રકારના ઉપયોગમાં લઇ શકાય છે. આ રોબોટને ફૂડ ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે ઇન્ડસ્ટ્રીમાં નાજુક અને નરમ વસ્તુઓને ઉપાડવામાં માણસોની મદદ કરશે.

આ રોબોટની ખાસ વાત એ છે કે , તે કૃત્રિમ અંગ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોએ આ રોબોટને એવા પોલિમર પદાર્થોમાંથી બનાવ્યો છે, જાતે જ પોતાને રીપેર કરવાની ક્ષમતા ધરાવે છે. જો તેને કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય તો, તે ગણતરીની મિનિટોની અંદરમાં ફરી રિબોન્ડ થઇ શકે છે.

 

આ રોબોટને ફ્રી યુનિવર્સિટી ઓફ બ્રસેલ્સ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ સાથે મળીને બનાવ્યો છે. ફ્રી યુનિવર્સિટી ઓફ બ્રસેલ્સના પ્રોફેસર બ્રામ વાંટરબ્રોટના જણાવ્યા અનુસાર, 'અમે ઘણાં વર્ષો અગાઉ રોબોટ્સ માટે સેલ્ફ હીલિંગ મટિરિયલ્સ બનાવવા માટેનું કામ શરૂ કર્યું હતું. આ રિસર્ચના માધ્યમથી અમે એ સુનિશ્ચિત કરવા માગતા હતા કે, ઇન્ડસ્ટ્રીમાં રોબોટનો ઉપયોગ ન માત્ર સુરક્ષિત છે પરંતુ તે ટકાઉ પણ છે. રોબોટિક્સમાં સેલ્ફ રિપેરિંગ મિકેનિઝમનો ઉપયોગ કરવાથી રોબોટના ઊંચા ભાવ અને તેમના મુશ્કેલ મેન્ટેનન્સ હવે જોવા નહીં મળે.’

 

સોફ્ટ રોબોટિક સિસ્ટમ કે જે ઓટોનોમસ સેલ્ફ હીલિંગ પોલિમરથી બનાવવામાં આવી છે તેના ઉપયોગ થી હવે વધારાના હીટિંગ ડિવાઇસ અને ખર્ચા પર લગામ લાગશે. રોબોટના ડેમેજના વિસ્તાર અને જગ્યાને આધારિત તે પોતાની હીલિંગ માટે 1 સેકન્ડથી લઈને 1 અઠવાડિયા સુધીનો સમય લગાડે છે.

X
Scientists develop self healing robots that can sense damage and patch themselves up in few minutes without human help
Scientists develop self healing robots that can sense damage and patch themselves up in few minutes without human help
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી