સ્માર્ટફોન / નવા સેમસંગ Galaxy M40 માં દમદાર પર્ફોર્મન્સ સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર ઉપલબ્ધ

Samsung Galaxy M40 with qualcomm snapdragon 675 processor with sleek performance

Divyabhaskar.com

Jun 20, 2019, 08:56 PM IST

ગેજેટ ડેસ્ક. સેમસંગે પોતાની Galaxy M સિરીઝનો વધુ એક નવો ફોન Samsung Galaxy M40 તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. તેનાં પહેલાં કંપની આ સિરીઝનાં Galaxy M10, M20 એમ M30 લોન્ચ કરી ચૂકી છે. Amazonનાં ફેબ્રુઆરી-માર્ચ 2019નાં ડેટા મુજબ સેમસંગની M સિરીઝના ફોન સૌથી વધુ વેચાયેલા સ્માર્ટફોન બની ગયા છે. 20 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે Samsung M સિરીઝ સ્માર્ટફોન સૌથી મોખરે રહ્યા છે. કેટલાંક નવા અને ઉત્તમ ફીચર્સથી સજ્જ સેમસંગનો નવો Galaxy M40 પણ ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેની કિંમત પણ ગ્રાહકોને પરવડે તેવી છે. સેમસંગ Galaxy M40 ની ખાસિયતો અહીં પ્રસ્તુત છે.

પાવરફુલ ડિસ્પ્લે

Galaxy M40 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની ઈન્ફિનિટી O ડિસ્પ્લે છે. આ ફોનમાં 91.8%નો સ્ક્રીન રેશિયો મળે છે. સાથે જ તેનો 2340 x 1080 FHD+ ક્રિસ્ટલ ક્લિઅર ડિસ્પ્લે, ગેમ રમવા અને વીડિયો જોવા માટે સારું પર્ફોર્મન્સ પુરૂં પાડે છે. આ ફોનમાં દમદાર કોર્નિંગ ગોરિલા ગ્લાસ-3 મળે છે જે મોબાઈલની સ્ક્રીનને નુકસાન થતાં બચાવે છે.

રૂપિયા 20 હજાર કરતાં ઓછી કિંમતમાં આ એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં ઈન્ફિનિટી O ડિસ્પ્લે આપી છે. આ ફોનમાં યુઝર્સ માત્ર ફિંગરપ્રિન્ટ સેન્સર જ નહીં પરંતુ ફાસ્ટ ફેસ અનલોકિંગ ફીચરનો અનુભવ પણ મેળવી શકશે.

દમદાર પર્ફોર્મન્સ

જો લોકો ફોનનાં પર્ફોર્મન્સ અને ગેમિંગ એક્સપિરિઅન્સ માટે ખરીદવા માગતા હોય તો તેમના માટે Galaxy M40 બેસ્ટ ઓપ્શન છે. આ ફોનમાં યુઝર્સને 11nm પ્રોસેસવાળુ લેટેસ્ટ જનરેશનનું Octa-core Qualcomm Snapdragon 675 પ્રોસેસર મળે છે. Galaxy M40, Chaebol તરફથી M સિરીઝનો આ પહેલો એવો ફોન છે જેમાં Snapdragon SoCની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ Snapdragon 6 સિરીઝમાં નવો ચીપસેટ છે. આ ચીપ સાથે Qualcomm Adreno 612 GPU નું પ્રોસેસર આપ્યું છે જે કોઈપણ ટાસ્ક દરમિયાન અલ્ટ્રા ફાસ્ટ સ્પીડ આપે છે. આ ગ્રાફિક્સ ચીપથી સ્માર્ટફોનમાં ગેમિંગનો અનુભવ વધુ સારો થાય છે. Galaxy M40ની કાર્યક્ષમતા તેનાં 1,74,784 નાં જબરજસ્ત AnTuTu બેન્ચમાર્કનાં સ્કોરથી દેખાય આવે છે.

Galaxy M40 ક્રોસ પ્લેટફોર્મ પ્રોસેસર બેન્ચમાર્ક Geekbench મુજબ છે. સિંગલ-કોર ટેસ્ટમાં 2,404 નો સ્કોર અને મલ્ટી કોર ટેસ્ટમાં 6,704 નો સ્કોર પણ મેળવ્યો છે, જે આ ફોનના દમદાર પર્ફોર્મન્સને પ્રમાણિત કરે છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે, વધુ સ્ટોરેજ માટે તેને કારની મદદથી 512GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ પણ મળે છે. આ ફોન તેના પર્ફોર્મન્સથી જ યુઝર્સનાં દિલ જીતી લે છે, કોઈપણ પ્રકારની અડચણ વિના આ ફોન યુઝર્સને ગેમિંગનો ઉત્તમ અનુભવ કરાવે છે.

ટ્રિપલ રિઅર કેમેરા

Galaxy M40 માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે જેમાં 32 મેગાપિક્સેલનો રિઅર કેમેરા છે જે F1.7 અપર્ચરમાં ફોટો ક્લિક કરવાની ક્ષમતા રાખે છે. ઓછા પ્રકાશમાં પણ પિક્ચર ક્વોલિટી સારી રહે છે. ફોનમાં 8 મેગાપિક્સેલનો અલ્ટ્રા વાઈડ અને 5 મેગાપિક્સેલનો F2.2 અપર્ચર ડેપ્થ સેન્સર જે લાઈવ ફોકસ સાથે આવે છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સેલનો F2 અપાર્ચર વાળો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. કેમેરામાં ત્રણ સેન્સર હોવાથી યુઝર્સ ફોનમાં અલગ-અલગ પ્રકારે શુટિંગ મોડનો લાભ લઈ શકે છે. અલ્ટ્રા વાઈડ સેન્સરની મદદથી સારી ક્વોલિટીના ફોટોનો અનુભવ મેળવી શકે છે. અલ્ટ્રા વાઈડ એન્ગલની મદદથી યુઝર્સ 123 ડિગ્રી એન્ગલ સુધી વ્યૂ કેપ્ચર કરી શખે છે. તેની સાથે જ એડવાન્સ AI કેમેરા જે બ્યૂટી અને સ્ક્રીન રિઝોલ્યૂશન આપે છે.

Galaxy M40માં 4k વીડિયો રેકોર્ડિંગ પણ મળે છે. તેમાં હાઈપર લેન્સ જેવા ફીચર્સ હોવાથી ટાઈમ પ્લેસને પણ કેપ્ચર કરી શકાય છે. UHD વીડિયો રેકોર્ડિંગ સાથે સ્લો-મોશનનું ફીચર પણ ઉપલબ્ધ છે, જે 480 fps પર વીડિયો મૂવમેન્ટ કેપ્ચર કરે છે. અલ્ટ્રા વાઈડ લેન્ચની મદદથી યૂઝર્સ સારી ક્વોલિટીના પેનોરમા શોટ્સ લઈ શકે છે.

સારા ઈન્ટરનેટ માટે Widevine L1 સર્ટિફિકેશન

M40 ફોનમાં Widevine L1 સર્ટિફિકેશન આપ્યું છે, જે Netflix અને Amazon prime જેવા તમામ પ્લેટફોર્મ પર વીડિયો અને હાઈ ડેફિનેશન એટલે કે 720p થી 1080p ઓપ્શન સાથે જોઈ શકાય છે. M40 સાથે Dolby ATMOS હેડફોન્સ પણ આપ્યા છે. જે ઉત્તમ ક્વૉલિટીનો 360 ડિગ્રી સરાઉન્ડનો અનુભવ કરાવે છે.

M40 ફોનની બોડી અને ડિઝાઈન

આ સ્માર્ટફોનમાં 7.9MMની સ્લિક ડિઝાઈન અને ડ્યુઅલટોન ફિનિશ સાથે આવે છે. જે મીડનાઈટ બ્લૂ અને સીવૉટર બ્લૂ જેવા રંગોમાં આવે છે. આ કલર ઓપ્શન યંગ જનરેશનને ખૂબ પસંગદ આવે છે. આ ફોન પાવરફૂલ UX અને UI ડિઝાઈનથી સજ્જ છે. આ M સિરીઝની પહેલી ડિવાઈસ છે જે Android Pie અને OneUIની સુવિધા સાથે આવે છે.

Galaxy M40ની ખાસિયતો

આ ફોનમાં Proximity, Geomagnetic, Fingerprint, Gyro, Accelerometer, Virtual Lite જેવા અનેક સ્માર્ટ સેન્સરની ખૂબીઓ મળે છે.

'સ્ક્રીન સરાઉન્ડ ટેક્નોલોજી'ના પગલે ફોનની સ્ક્રીનને સ્પીકર્સમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે, કૉલ આવતાં જ આ ડિસપ્લે ઈન-કોલ સ્પીકર્સની માફક પર્ફોર્મ કરવા લાગે છે. કૉલ આવતાં યુઝર્સ ફોનનાં કોઈપણ ભાગને સ્પર્શીને સ્પીકરની માફક ઉપયોગ કરી શકે છે. યંગ જનરેશન માટે આ ફિચર ખૂબ જ પસંદગીનું છે.

જો આપ પણ ઓછા ખર્ચમાં ઉત્તમ સ્માર્ટફોનનો નવો અનુભવ કરવા માગતા હો તો Samsung Galaxy M40 નિરાશ નહીં કરે. રૂપિયા 19,990 ની કિંમતે આ ફોનમાં ઉપલબ્ધ ફીચર્સ ખરેખર આનંદ અપાવશે. આ ફોન યુઝર્સ 24x7 Amazon પરથી ખરીદી શકે છે. Samsung Galaxy M40 ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Samsung ઈ-સ્ટોર પરથી આ ફોન ખરીદવા માટે અહીં ક્લિક કરો.

X
Samsung Galaxy M40 with qualcomm snapdragon 675 processor with sleek performance
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી