તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Samsung Galaxy M40 Launches In India, 128GB Internal Storage With 6GB Of RAM

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમસંગ ગેલેક્સી M40 ભારતમાં લોન્ચ, 6GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન, ડિસ્પ્લેનો કોઈપણ ભાગ કાન પાસે રાખી વાત કરી શકાશે
  • ફોનની કિંમત 19,999 રૂપિયા, પ્રથમ સેલ 18 જૂને બપોરે 12 વાગે એમેઝોન પર યોજાશે
  • આ ફોનની રેડિએશન વેલ્યૂ ખૂબ ઓછી છે, જે ઉત્તમ ડિવાઈસ બનવામાં મદદરૂપ થાય છે

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ગેલેક્સી M સિરીઝનો વધુ એક દમદાર ફોન M40 ભારતમાં લોન્ચ કર્યો છે. આ નવો ફોન ઈન્ફિનિટી-ઓ ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી M40માં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ માટે સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપ્યું છે. ફોનમાં રિઅર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 32 મેગા પિક્સેલનો પ્રાયમરી કેમેરા છે. આ નવા ફોનમાં સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલોજી આપી છે, જેની મદદથી ફોનની ડિસ્પ્લેનાં કોઈપણ ભાગને યુઝર પોતાનાં કાન પાસે રાખીને વાત કરી શકે છે.   

સેમસંગની ગેલેક્સી M સિરીઝનો આ ચોથો ફોન છે. કંપની M40 પહેલાં Galaxy M10, Galaxy M20 અને Galaxy M30 સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. નવા ફોન ગેલેક્સી M40માં 6.3 ઈંચની ફૂલ એચડી+ ઈન્ફિનિટી O ડિસ્પ્લે આપી છે, જેનું રિઝોલ્યૂશન 2340 x 1080 પિક્સેલનું છે. ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેર સાથે 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપ્યું છે. ફોનની બેટરી 3,500mAhની છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. સેફ્ટી માટે ફોનનાં રિઅર પેનલ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે.

ગેલેક્સી M40નાં કેમેરાની વાત કરીએ તો તેમાં 32+5+8 મેગાપિક્સેલનાં ત્રણ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે. 8 મેગાપિક્સેલનો વાઈડ એન્ગલ અને 5 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર આપ્યો છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે. કેમેરામાં લો-લાઈટ ફોટોગ્રાફી માટે અનેક મોડ આપ્યા છે, જે એઆઈ સપોર્ટ સાથે આવે છે. લાઈવ ફોકસ, સ્લોમો અને હાઈપરલેપ્સ જેવા ફીચર્સ પણ કેમેરા સાથે સામેલ છે. આ ફોનની રેડિએશન વેલ્યૂ પણ ખૂબ ઓછી છે જે ઉત્તમ ડિવાઈસ બનાવવામાં મદદરૂપ થાય છે.

કિંમત
સેમસંગ ગેલેક્સી M40 હાલ એકજ વેરિઅન્ટ 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજમાં ઉપલબ્ધ છે. તેની કિંમત હાલ 19,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનો સેલ 18 જૂને બપોરે 12 વાગે યોજાશે, તેની સાથે કેટલીક લોન્ચ ઓફર પણ સામેલ હશે. આ સ્માર્ટફોન સેમસંગ ઓનલાઈન સ્ટોર અને એમેઝોન પરથી ખરીદી શકાશે 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો