• Gujarati News
  • National
  • Samsung Again Discontinues Launch Of Galaxy Foldable Phone, AT And T Company Refunds To Pre buyers

સેમસંગે ગેલેક્સી ફોલ્ડનું લોન્ચિંગ ફરી ટાળ્યું, પ્રી-બુકિંગ કરનારાઓને કંપની નાણા પરત કરી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં એટી એન્ડ ટીએ ગેલેક્સી ફોલ્ડનાં પ્રી-ઓર્ડર રદ કર્યા
  • huaweiએ પણ તેનાં ફોલ્ડેબલ ફોનનું લોન્ચિંગ ટાળ્યું, નિષ્ણાંતોએ કહ્યું-અમેરિકા-ચીનનું ટ્રેડવૉર જવાબદાર

ગેજેટ ડેસ્ક. વર્ષ 2018માં દુનિયાભરમાં સ્માર્ટફોનનું વેચાણ ઘટ્યું હતું. જેનું કારણ એવું દર્શાવાયું કે, ટેક્નોલોજીમાં કોઈ ખાસ ડેવલપમેન્ટ નથી.લોકોને એવી આશા બંધાયી હતી કે, આ વર્ષે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થવાથી ફોનમાં ટ્રેન્ડ બદલાશે અને ફરીથી સ્માર્ટફોન માર્કેટમાં તેજી આવશે. જોકે તે આશા પણ જાણે ઠગારી નીવડી છે. 

સાઉથ કોરિયન મોબાઈલ કંપની સેમસંગે ફેબ્રુઆરી મહિનામાં ગેલેક્સી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ મહિનામાં તે લોન્ચ થવાનો હતો. પરંતુ કેટલાંક ટેક એક્સપર્ટ રિવ્યુમાં આ ફોનની સ્ક્રીનમાં ખામી હોવાનું સામે આવ્યું હતું. આ ફોનની સ્ક્રીન થોડો સમય ઉપયોગ કર્યા પછી તૂટી જવાની ફરિયાદો વધે તેવી સંભાવના સામે આવી હતી. જેના પગલે સેમસંગે ફોલ્ડેબલ ફોનનું લેન્ચિંગ જુલાઈ મહિનામાં કરવાની જાણકારી આપી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કંપની હવે આ ફોન લોન્ચ નહીં કરે. જ્યાં સુધી તેની તમામ ખામીઓ દૂર નહીં થાય ત્યાં સુધી આ ફોન માર્કેટમાં નહીં લાવે.
  
જુલાઈમાં પણ ગેલેક્સી ફોલ્ડેબલ લોન્ચ થવાના કોઈ અણસાર ન દેખાતા આખરે અમેરિકાની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની એટી એન્ડ ટીએ ગેલેક્સીનાં તમામ પ્રી-બુકિંગ રદ કરી દીધા છે. સાથોસાથ જે લોકોએ આ ફોનનું પ્રી-બુકિંગ કરાવ્યું હતું તેમને પણ કંપની બુકિંગના નાણા પરત કરી રહી છે. એટી એન્ડ ટીએ એક સંદેશામાં જણાવ્યું હતું કે, 'સેમસંગ સમયસર ગેલેક્સી ફોલ્ડેબલ ફોન ઉપલબ્ધ નથી કરાવી શકી તેથી અમે ગેલેક્સી ફોલ્ડેબલનાં તમામ પ્રી-બુકિંગ રદ કરી દીધા છે.'

લોકોની નારાજગીથી બચવા માટે એટી એન્ડ ટીએ પ્રી-બુકિંગ કરાવનારા લોકોને 100 ડૉલર (અંદાજે 7 હજાર રૂપિયા)નું ગિફ્ટ વાઉચર આપી રહી છે. આ વાઉચરને પછીથી રિડિમ કરી શકાશે. જોકે હજી એ નિશ્ચિત નથી કે, ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે. સેમસંગનાં કૉ.સીઈઓ ડી.જે. કોહે ગત મહિને કહ્યું હતું કે, ગેલેક્સી ફોલ્ડમાં અમને કેટલીક તૃટીઓ મળી છે. આશા છે કે અમે ખૂબ જલ્દીથી આ તૃટિઓ દૂર કરીને યુઝર્સ માટે સારી પ્રોડક્ટ માર્કેટમાં લાવીશું. 
  
huaweiએ પણ તેનાં ફોલ્ડેબલ ફોનનું લોન્ચિંગ ટાળ્યું

સેમસંગ બાદ huawei પણ આવા જ ફોલ્ડેબલ ફોન ઉપર કામ શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં જ તે પણ આ ફોન લોન્ચ કરવાની હતી. huaweiનાં પ્રવક્તાએ કહ્યું કે, 'અમે ઉતાવળમાં આવી પ્રોડક્ટ લોન્ચ કરવા નથી માંગતા જે અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડે.' જાણકારોનું માનીએ તો, huaweiના આ નિર્ણય પાછળ પ્રોડક્ટની ક્વોલિટી કરતાં વધુ અમેરિકા-ચીનનું ટ્રેડવૉર જવાબદાર છે. આ ટ્રેડવોરનાં કારણે huaweiએ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ લાવવી પડી છે. huaweiનો ફોલ્ડેબલ ફોન નવી ઓએસ સિસ્ટમ પર સંપૂર્ણપણે નિર્ભર હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.