અપકમિંગ / જિઓ હોલોબોર્ડ MR હેડસેટમાં યુઝર્સને થિયેટર જેવો અનુભવ થશે, આ ડિવાઇસથી ઓનલાઇન શોપિંગ પણ કરી શકાશે

Reliance Jio introduces Jio HoloBoard MR Headset

  • આ હેડસેટ એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને યુઝર્સ વાપરી શકશે
  • કંપનીએ કહ્યું કે, તેની પ્રાઇસ અફોર્ડેબલ હશે

Divyabhaskar.com

Aug 13, 2019, 06:40 PM IST

ગેજેટ ડેસ્ક: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની 42મી વાર્ષિક બેઠક પર જિઓ સેટ ટોપ બોક્સ અને તેને સપોર્ટ કરતા જિઓ હોલોબોર્ડ MR હેડસેટ પણ પ્રસ્તુત કર્યા. કંપનીએ કહ્યું કે, ટૂંક સમયમાં આ સ્પેશિયલ હેડસેટ ભારતના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, તારીખ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હોલોબોર્ડ MR હેડસેટ ટેસરેકટ કંપનીએ બનાવ્યા છે.

શું છે હોલોબોર્ડ MR હેડસેટ?
આ આંખો પર પહેરવાના VR બોક્સ જેવા ઑગમેન્ટેડ રિયાલિટી MR હેડસેટ છે. હોલોબોર્ડ પર યુઝર્સ જિઓ સિનેમા દ્વારા મોટી સ્ક્રીન પર તેની પસંદની ફિલ્મ કે કોઈ શો જોઈ શકશે. આ હેડસેટ સેટ ટોપ બોક્સ સાથે કનેક્ટ થઈ જશે, જેથી વીડિયો એક્સેસ મળી જશે. ઇવેન્ટ દરમિયાન ઈશા અંબાણીએ હેડસેટ પહેરીને પણ ડેમો આપ્યો હતો. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત આકાશ અંબાણીએ આ હેડસેટ વિશે કહી કે, યુઝર્સ તે પહેર્યા પછી ઓનલાઇન શોપિંગ પણ કરી શકશે. ગ્રાહક હોલોબોર્ડ MR હેડસેટ પહેર્યા પછી કોઈ પણ કપડાંને 360 ડિગ્રી સુધી જોઈ શકે છે અને તેને સિલેક્ટ પણ કરી શકે છે.

MR હેડસેટથી માત્ર શોપિંગ જ નહીં પણ ભણવાનો અનુભવ પણ બદલાઈ જશે. તેનાથી અંતરિક્ષ અને ચંદ્રયાન સહિત કોઈ પણ સ્ટડી સરળતાથી કરી શકાશે. તો બીજી તરફ આ હેડસેટમાં ફિલ્મ જોવાનો અનુભવ કોઈ થિયેટરથી ઓછો નહીં હોય. આમ, આ એક જ હેડસેટથી MR શોપિંગ, MR એજ્યુકેશન, MR મુવી અને હેન્ડ્સ-ફ્રી વીડિયો કોલિંગ થઈ શકશે.

X
Reliance Jio introduces Jio HoloBoard MR Headset
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી