ફર્સ્ટ ઈમ્પ્રેશન / સ્નેપડ્રેગન 439 પ્રોસેસર સાથે રેડમી 7A માત્ર રૂ. 5999ની કિંમતે ઉપલબ્ધ

Redmi 7A with Snapdragon 439 processor smartphone Available only Rs 5999

  • આ ફોનનો કેમેરા સોની IMX486 સાથે આવે છે
  • ભારતમાં રેડમીના A સિરીઝનાં કુલ 2.36 કરોડ યુનિટ વેચાઈ ચૂક્યા છે
  • રેડમી 6Aનાં અપગ્રેડ વર્ઝનના ભાગરૂપે આ ફોન લોન્ચ થયો હતો

Divyabhaskar.com

Jul 09, 2019, 08:30 AM IST

ગેજેટ ડેસ્ક. ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ તેનો બજેટ સ્માર્ટફોન રેડમી 7A ભારતમાં લોન્ચ કરી દીધો છે. ઓછી કિંમતનો આ ફોન અનેક લેટેસ્ટ ફીચર સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટ દેશનો સ્માર્ટ ફોન છે. કંપની તેના આ નવા સ્માર્ટફોનને લઈને ખૂબ મક્કમ છે તેથી જ તેના ઉપર બે વર્ષની વોરંટી પણ આપી રહી છે. જોકે કંપની તેના પહેલાં પણ બજેટ ફોન લોન્ચ કરી ચૂકી છે. જેમાં રેડમી 7, નોટ 7S અને નોટ 7Pro પણ લોન્ચ કરી ચૂકી છે.

શાઓમીએ ડિસેમ્બર 2018માં રેડમી 6Aના અપગ્રેડ વર્ઝન રૂપે 7A લોન્ચ કર્યો હતો. રેડમી 7A 2GB+16GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે જેની કિંમત રૂપિયા5,999 છે. તો 2GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂપિયા 6,199માં ઉપલબ્ધ છે. જુલાઈમાં આ ફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે કંપની 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. માર્કેટમાં રેડમી 7Aની સ્પર્ધા પહેલેથી જ માર્કેટમાં ઉપલબ્ધ રિયલમી C2 સાથે થાય છે. આ બંને ફોનની કિંમત એક સરખી જ છે.

ફોનની ડિસ્પ્લે

ફોન હાથમાં લેતાં જ સૌથી પહેલાં તેની ઓલ્ડ સ્કૂલ ડિઝાઈન ઉપર નજર પડે છે. ફોનના ટોપ અને બોટમમાં બેજલ આપ્યા છે જે આ સેગમેન્ટનાં અન્ય ફોનમાં પણ જોવા મળે છે. ફોનની બેક પેનલ થોડી જૂદી પડે છે. આ ફોનમાં વર્ટિકલ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે.

સ્પેસિફિકેશન્સ

રેડમી 7Aમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપ્યું છે. તેમાં ઓક્ટાકોર સીપીયુ અને એડ્રીનો 505 GPU પણ છે. જોકે રિયલમી C2માં મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર આપ્યું છે જેમાં ક્વાડ કૉર CPU આપ્યું છે. રિયલમી C2ની સરખામણીએ રેડમી 7Aમાં વધુ પાવરફૂલ પ્રોસેસર આપ્યું છે.

X
Redmi 7A with Snapdragon 439 processor smartphone Available only Rs 5999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી