• Gujarati News
  • National
  • Realme 5 And Realme 5 Pro To Launch On August 20, The World's First Phone With 4 Cameras

20 ઓગસ્ટે રિઅલમી 5 અને રિઅલમી 5 પ્રો લોન્ચ થશે, 4 કેમેરાવાળો દુનિયોનો સૌ પ્રથમ ફોન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનની કિંમત અને સ્પેસિફિકેશનની માહિતી લોન્ચ દરમિયાન આપવામાં આવશે
  • રિઅલમીની અત્યાર સુધીની સૌથી પાવરફુલ બેટરી 5000 mAh આપવામાં આવશે
  • કંપનીના કહેવા મુજબ આ કિંમતમાં 4 રિઅર કેમેરા સાથેનો આ દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન

ગેજટ ડેસ્ક: ચાઈનીઝ સ્માર્ટ ફોન કંપની ‘રિઅલમી‘ 20 ઓગસ્ટે તેના લેટેસ્ટ સ્માર્ટ ફોન ‘રિઅલમી 5’ અને ‘રિઅલમી 5 પ્રો’ લોન્ચ કરશે. તેમાં ક્વૉડ કેમેરા એટલે કે ચાક કેમેરા મળશે, જેમાં પ્રાઈમરી સેન્સર ઉપરાંત અલ્ટ્રાવાઈડ એંગલ, સુપર મેક્રો અને પોર્ટ્રેટ મોડ્યુલ જોવા મળશે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, આ ફોનના પ્રો વેરિઅન્ટમાં 48 મેગાપિક્સલ ધરાવતો સોનીનો IMX586 સેન્સરવાળો પ્રાઈમરી કેમેરા હશે.
ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ફોનના લોન્ચિંગ વિશે માહિતી આપતું પેજ રજૂ કર્યું છે. તેમાં રિઅલમી 5 અને રિઅલમી 5 પ્રોની ડિઝાઈન, કેમેરા અને બેટરી પાવરની માહિતી આપવામાં આવી છે. ગત મહિને લોન્ચ થયેલા રિઅલમી 3ની જેમ આ બંને ફોનમાં ડાયમંડ-કટ ડિઝાઈન આપવામાં આવશે. કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, રિઅલમી 5 પ્રોમાં વોટર ડ્રોપ ડિસ્પ્લે, સ્લિમ બેઝલ્સ આપવામાં આવશે.
તેના પ્રો વેરિઅન્ટમાં vocc ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ મળશે, જે 30 મિનિટમાં 55% સુધી ફોન ચાર્જ કરશે. તેમજ આ વેરિઅન્ટમાં ક્વૉલકોમ ચીપસેટ પણ આપવામાં આવશે.