તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડમી Note 7 Proનો આજે સેલ યોજાશે, 48MPનો કેમેરા આ સ્માર્ટફોનની ખાસિયત છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક. શાઓમીનો 48MP કેમેરાથી જાણીતો Redmi Note 7 Pro ભારતમાં થોડા સમય પહેલાં લોન્ચ થયો હતો. આજે ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ઉપર બપોરે 12 વાગે સેલ યોજાવાનો છે. સાથોસાથ તેને કંપનીની ઓફિસિયલ વેબસાઈટ Mi.com પરથી પણ ખરીદી શકાશે. સેલ દરમિયાન આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 13,999થી શરૂ થશે. 

Redmi Note 7 Proના 4GBરેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 13,999 છે. જ્યારે 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 16,999 છે. આ ફોન નેપ્ચ્યુન બ્લૂ, નેબ્યૂલા રેડ અને સ્પેસ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ સેલ દરમિયાન ઓફર્સનાં ભાગરૂપે એરટેલ યુઝર્સને 1120GB સુધીનાં ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. તેની સાથે રૂપિયા 699નો કમ્પ્લિટ મોબાઈલ પ્રોટેક્શન પ્લાન પણ આપવામાં આવે છે. જિયો યુઝર્સને ડબલ ડેટાનો બેનિફિટ મળશે. 

Redmi Note 7 Pro માં 6.3 ઈંચની ફૂલ HD+ ડૉટ નોચ ડિસ્પ્લે આપી છે. તેનું પિક્સેલ રિઝોલ્યૂશન 2340×1080નું છે. આ ફોન 2 ગીગાહર્ટ્જ ઓક્ટાકોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસરથી ચાલે છે અને એન્ડ્રોઈડ પાઈ પર કામ કરે છે. ફોનમાં ડ્યૂઅલ રિઅર કેમેરા આપ્યા છે. ફોનનો પ્રાયમરી કેમેરા 48 મેગાપિક્સેલનો છે. તો સેકન્ડરી સેન્સર 5 મેગાપિક્સેલનો છે. ફોનમાં Sony IMX 586 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સેલનો AI ફ્રન્ટ કેમેરા આપ્યો છે. ફોનની બેટરી 4000mAhની છે.