પ્રોસેસર / ક્વૉલકૉમના નવા ચિપસેટ 215થી સ્માર્ટફોન વધુ પાવરફૂલ બનશે

Qualcomm new chipset 215 Processor will make the smartphone more powerful
X
Qualcomm new chipset 215 Processor will make the smartphone more powerful

  • કંપનીનું કહેવું છે કે, સસ્તા ફોનમાં પણ આ પ્રોસેસરનો ઉપયોગ કરાશે

Divyabhaskar.com

Jul 10, 2019, 12:20 PM IST

ગેજેટ ડેસ્ક. યુએસની સેમીકન્ડક્ટર કંપની ક્વૉલકૉમે નવું પ્રોસેસર પ્રસ્તુત કર્યું છે, જેને ચિપસેટ 215 એવું નામ આપવામાં આવ્યું છે. તેને ખાસ પ્રકારે સ્માર્ટફોન માટે જ ડેવલપ કરવામાં આવ્યું છે. કંપનીએ ખાતરી આપી છે કે, આ પ્રોસેસરનો ઉપયોગ બજેટ સ્માર્ટફોનમાં પણ કરવામાં આવશે. આ પ્રોસેસર સ્માર્ટફોનને સારી સ્પીડ આપશે. ખાસ કરીને જે સસ્તા અને બજેટ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરાનો ઉપયોગ થાય છે તેવા ફોન વધુ સારા બની જશે. આ પ્રોસેસરનો ઉપયોગ 5 હજાર કરતાં ઓછી કિંમત વાળા સ્માર્ટફોનમાં પણ કરવામાં આવશે. 

1

ચિપસેટથી સ્માર્ટફોનનાં ફીચર્સ વધુ સારા બની જશે

64- બિટ સીપીયુ
ડ્યુઅલ આઈએસપી
13 મેગાપિક્સેલના કેમેરામાં ફોટોગ્રાફી માટે સપોર્ટ
ફુલ HD (1080p) વીડિયો કેપ્ચર
HD+ રિઝોલ્યુશન ડિસ્પ્લે
હેક્સાજન DSP ઓડિયો અને સેન્સર પ્રોસેસિંગ
ડ્યુઅલ સીમ સાથે ડ્યુઅલ VoLTE
EVS વૉઈસ કૉલ્સ
વાઈ-ફાઈ 802.11ac
એન્ડ્રોઈડ પેમેન્ટ માટે નિયર ફિલ્ડ કમ્યુનિકેશન
ક્વૉલકૉમ ક્વિક ચાર્જ ટેક્નોલોજી

2

જૂની સિરીઝ કરતાં વધુ સારુ પર્ફોર્મન્સ

કંપનીનું કહેવું છે કે, નવું ચિપસેટ જૂની જનરેશન એટલે કે 200ની સિરીઝ કરતાં 50 ટકા વધુ સારું સીપીયુ પર્ફોર્મન્સ આપશે. ક્વૉલકૉમ 215 પ્લેટફોર્મ 200 સિરીઝનું ચિપસેટ છે જે 64 બિટ સુધી સપોર્ટ કરશે. આ ચિપસેટ ક્વૉલકૉમના જ X5 મૉડેમ સાથે આવે છે જે LTE Cat 4ને પણ સપોર્ટ કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી