રેકોર્ડ / પબજી ગેમનો ડાઉનલોડનો આંકડો 40 કરોડને પાર, ટૂંક સમયમાં યુઝર્સને નવાં ફીચર મળશે

PUBG Mobile Tops 400 Million Downloads, June PUBG Console Update Revealed

  • પબજી ગેમને ગૂગલ દ્વારા બેસ્ટ ગેમ ઓફ ધ યરનો એવોર્ડ મળી ચૂક્યો છે

Divyabhaskar.com

Jun 13, 2019, 04:50 PM IST

ગેજેટ ડેસ્ક: ભારત સહિત દુનિયાભરમાં ફેમસ પબજી ગેમના નવા સમાચાર આવ્યા છે. પબજી ગેમે ડાઉનલોડનો આંકડો 40 કરોડને વટાવી દીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, પબજી ગેમના રોજના 5 કરોડ એક્ટિવ યુઝર છે. આ સિવાય જૂન મહિનામાં પબજી ગેમના ચાહકોને નવું અપડેટ મળશે, જેમાં વેપન સિસ્ટમ, થર્ડ પાર્ટી કન્ટ્રોલર સિસ્ટમ સામેલ હશે.

પબજી કોર્પોરેશન અને ટેન્સન્ટ ગેમ્સે પોતાના નવા અપડેટ 0.13.0ની જાણકારી પણ આપી હતી. કંપનીએ કહ્યું કે, ચીન દેશ સિવાય કુલ 40 કરોડ યુઝર્સે આ ગેમને ડાઉનલોડ કરી છે. આ પોપ્યુલર ગેમે માત્ર 6 મહિનામાં 20 કરોડ યુઝર્સનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2018માં પબજી ગેમના રોજના 3 કરોડ યુઝર્સ હતા.

ગયા અઠવાડિયે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે પબજી ગેમ દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે. ગયા મહિને કંપનીએ એક હજાર કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. કંપની 27 જૂને થનારી ઇવેન્ટમાં યુઝર્સને અમુક ફીચર્સ આપવાની છે, જે ચાહકોનું ગેમિંગ એક્સપિરિયન્સ વધારશે.

X
PUBG Mobile Tops 400 Million Downloads, June PUBG Console Update Revealed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી