કમાણી / પબજી ગેમ રોજની 33 કરોડ રૂપિયાની કમાણી સાથે દુનિયાની સૌથી વધારે કમાનારી એપ બની

pubg mobile game created by record making the worlds highest earning app

Divyabhaskar.com

Jun 09, 2019, 03:56 PM IST

ગેજેટ ડેસ્ક: દુનિયાભરમાં સૌથી વધારે રમાનારી ગેમ પબજી છે. યુવાનો આ ગેમ પાછળ કલાકો વિતાવી દે છે. પબજી મોબાઈલ અને તેના નવા વર્ઝન ગેમ ફોર પીસના કારણે ચીનની ટેનસેન્ટ કંપનીની મે મહિનામાં એક દિવસની કમાણી 48 લાખ ડોલરથી વધારે નોંધાઈ હતી, આ રકમ સાથે તે દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે, બંને વર્ઝને ભેગાં મળીને કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરી છે, જે એપ્રિલ મહિનાની કમાણી કરતાં 126 ટકા વધારે છે.

પબજી ગેમ અને ગેમ ફોર પીસ ગેમથી મે મહિનામાં થયેલી કમાણીમાં 10.1 કરોડ ડોલર એપ્પલ સ્ટોરને લીધે અને ગૂગલના પ્લેટફોર્મ પરથી 4.53 કરોડ ડોલર છે. સેન્સર ટાવરના મોબાઈલ ઇનસાઇટ્સના પ્રમુખ રેન્ડી નેલ્સને તેમના બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, પબજી મોબાઈલના બંને વર્ઝનની કમાણી બીજા નંબર પર આવેલી ગેમ ઓફ ઓનર કિંગ્સ કરતાં 17 ટકા વધારે છે. આ ગેમ પણ ટેનસેન્ટની જ છે. જેણે 12.5 કરોડ ડોલરની કમાણી કરી છે. નેલ્સને લખ્યું કે, એપ સ્ટોર અને ગૂગલ પ્લે યુઝર્સે ગયા મહિને પબજીના બંને એડિશન પાછળ આશરે 48 લાખ ડોલર ખર્ચ કર્યા.

X
pubg mobile game created by record making the worlds highest earning app

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી