સમસ્યા / વોટ્સએપનાં બીટા વર્ઝનમાં સમસ્યા, કોલ ડ્રોપની યુઝર્સની ફરિયાદ

Divyabhaskar.com

Jun 12, 2019, 12:20 PM IST
Problems in beta version of WhatsApp, call drop users' complaint

ગેજેટ ડેસ્ક. વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝન 2.19.167માં ખામી સર્જાયી છે. મળતા અહેવાલો અનુસાર વોટ્સએપ બીટા વર્ઝનમાં જે બગ આવી છે, તેના કારણે યુઝર્સ કોલ ડ્રોપનો સામનો કરી રહ્યા છે. યુઝર્સની અનેક ફરિયાદો સામે આવી છે. યુઝર્સ તેનાં સ્ક્રીનશોટ પણ શેર કરી રહ્યાં છે, જેમાં લખી રહ્યા છે કે ફોનનાં માઈક્રોફોનમાં આવેલી ખામીના કારણે કોલ ડ્રોપ થઈ રહ્યા છે જેથી ફોનને રિસ્ટાર્ટ કરીને ફરી પ્રયત્નો કરવામાં આવે.

A lot of users are experiencing this bug in the latest Android beta (2.19.167). I hope to see a new beta with a fa… https://t.co/IHQSi7U5Bf
— WABetaInfo (@WABetaInfo) 1560247085000

વોટ્સએપનું આ બીટા વર્ઝન અપડેટ થોડા દિવસો પહેલાં જ રિલીઝ થયું હતું. એક વેબસાઈટના કહેવા પ્રમાણે વોટ્સએપના આ બીટા અપડેટમાં CVE 2019-3568 માટે સિક્યોરિટી અપડેટ ઉપલબ્ધ કરાવ્યું હતું. આ અપડેટમાં યુઝર્સને અવાર નવાર પ્લે કર્યા વિના જ રિસિવ થયેલા વોઈસ મેસમેજને સતત પ્લે કરવાનું ફીચર ઉપલબ્ધ હતું. કંપનીએ આ ફીચરનું નામ 'કૉન્ઝિક્યૂટિવ ઑડિયો પ્લેબેક' રાખ્યુ હતુ.

આ ફીટરનું સ્ટેબલ વર્ઝન હવે વોડ્સએપ એન્ડ્રોઈડ પર વર્ઝન નંબર 2.19.150થી ઉપલબ્ધ છે. આ ફીચરની મદદથી યુઝર્સ વારંવાર ઓડિયો મેસેજને પ્લે કરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવે છે. આ ફીચર સૌથી પહેલાં આ વર્ષનાં માર્ચ મહિનામાં જ જોવા મળ્યું હતું.

આ નવા અપડેટ્સમાં વોટ્સએપ હવે યુઝર્સ માટે ડાર્ક મોડ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર વોટ્સએપનાં બેકગ્રાઉન્ડને ડાર્ક કરી દેશે, જેમાં યુઝર્સને આંખો ખેંચાવા જેવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને બેટરી પણ ઓછી વપરાશે. વોટ્સએપ ડાર્કમોડ ઘણી વખત બીટા અપડેટ રિલીઝમાં નજરે પડ્યો હતો.

X
Problems in beta version of WhatsApp, call drop users' complaint
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી