સફળતા / ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં ફોન-પે દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની

PhonePe second largest company in the digital payment segment in India

  • વોલમાર્ટે 2018માં ફ્લિપકાર્ટને 1.07 લાખ કરોડમાં ખરીદી, કરાર મુજબ ફોન-પેનું વેલ્યુએશન અત્યારે રૂ. 68000 કરોડ થયું 
  • ફ્લિપકાર્ટને છોડી ત્રણેય મિત્રોએ ડિસેમ્બર 2015માં ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટમાં ફોન-પે શરૂ કરી હતી 
  • આગામી 1-2 મહિનામાં ફંડ એકત્ર કરવા પર ફોન-પે ડીલની જાહેરાત થશે 
  • બંસલ ભાઈ ફોન-પેની વેલ્યુએશન સમજી શક્યા નહીં,જૂન સુધી ફોન-પેના 29 કરોડ યુઝર્સ બન્યાં 

Divyabhaskar.com

Jul 11, 2019, 09:08 AM IST

ગેજેટ ડેસ્ક. ગતવર્ષે વોલમાર્ટે ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને 16 અબજ ડોલરમાં ખરીદી હતી. ત્યારે ડીલમાં મળેલુ ડિજિટલ પેમેન્ટ માધ્યમ ફોન-પે પર કદાચ જ વોલમાર્ટે ધ્યાન દોર્યું હોય. આજની તારીખે ફોન-પે દેશના ટોચના સ્ટાર્ટઅપની યાદીમાં સામેલ છે. જે વોલમાર્ટનું સૌથી મોટુ મર્જર હતું. ફ્લિપકાર્ટ બોર્ડે હાલમાં જ ફોન-પેને નવા એકમમાં તબદીલ કરવા અને આશરે રૂ. 6,800 કરોડ એકત્ર કરવા મંજૂરી આપી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, ફોન-પેની વેલ્યુએશન આશરે રૂ. 6,8000 કરોડ થશે. આગામી બે મહિનામાં ડીલ થવાની સંભાવના છે. ફોન-પે દેશમાં ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ટોચની કંપનીઓમાં સામેલ છે. છેલ્લા થોડા સમયથી યુઝર્સ નાણાંની લેણ-દેણ માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો લાભ ફોન-પેને મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના વોલ્યુમ અને લેણ-દેણની વેલ્યુ ચારગણી વધી છે. ફોન-પેનો સૌથી મોટો હરીફ પેટીએમ છે. કીબેન્ક કેપિટલ માર્કેટના એનાલિસ્ટ અનુસાર, ફોનપે, વોલમાર્ટ માટે મુલ્યવાન એસેટ છે. બિઝનેસની વેલ્યુ 14-15 અબજ ડોલરે પહોંચશે.

70 લાખ કરોડનું ડિજિટલ પેમેન્ટ માર્કેટ બનશે

ક્રેડિટ સુઈસના રિપોર્ટ અનુસાર, 2023 સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટ માર્કેટ વધી એક ટ્રિલિયન ડોલર થવાની સંભાવના છે. વર્તમાન સમયમાં માર્કેટ 200 અબજ ડોલર છે. ડિજિટલમાં પેટીએમ અગ્રેસર છે. ફોનપે ઉપરાંત મોબિક્વિક, એમેઝોન પે, ગુગલ પે, પેપલ અને રેઝરપે પણ સામેલ છે. વોટ્સએપ પણ ટૂંકસમયમાં પેમેન્ટ સિસ્ટમ લાવવા જઈ રહી છે.

એક વર્ષની અંદર ફોન-પે ખરીદી હતી

  • ફ્લિપકાર્ટને છોડી જનારા 3 મિત્રોએ ભેગામળી ડિસેમ્બર, 2015માં ફોનપેની શરૂઆત કરી હતી. ગ્રાહકોને ઓનલાઈન શોપિંગની સુવિધા આપવા તેમજ ડિજિટલ પેમેન્ટનુ મહત્વ સમજાવતા ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલ અને સચિન બંસલે એક વર્ષની અંદર ફોનપે ખરીદી હતી.
  • ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલ અને સચિન બંસલે એક વર્ષની અંદર ફોનપે ખરીદી હતી. ફ્લિપકાર્ટ વેચતી વખતે તેઓ ફોનપેની વેલ્યુએશન સમજી શક્યા નહીં. વોલમાર્ટને ફોનપે ફ્લિપકાર્ટ સાથે થયેલી ડીલમાં મળી. ત્યારે અંદાજ ન હતો કે, કંપની આટલી જલ્દી ગ્રોથ કરશે.
  • આ વર્ષે જૂનમાં કંપનીના 29 કરોડ યુઝર્સ થયા છે. કુલ લેણદેણ આશરે 85 અબજ ડોલર રહ છે. જે એક વર્ષ પહેલા માત્ર 7.1 કરોડ યુઝર્સ અને કુલ લેણ-દેણ આશરે 22 અબજ ડોલર રહી હતી. હાલમાં મ્યુચ્યુઅલ ફંડ, મુવી ટિકિટ, એરલાઈન બુકિંગ સેવા શરૂ કરી છે. તેમજ આમિર ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. દેશમાં સરકારે નોટબંધી લાગૂ કર્યા બાદથી ડિજિટલ પેમેન્ટ કંપનીઓનો ગ્રોથ ઝડપથી વધ્યો છે.
X
PhonePe second largest company in the digital payment segment in India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી