સસ્તો સ્માર્ટફોન / નોકિયા 2.2નું વેચાણ શરૂ, માત્ર 6999 રૂપિયામાં મળતો સૌથી સસ્તો એન્ડ્રોઈડ ફોન

Nokia 2.2 starts selling, the cheapest android phone available at just Rs 6999

  • Nokia 2.2એ ગત સપ્તાહે આ ફોન ભારતમાં લોન્ચ કર્યો હતો
  • નોકિયા 2નો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ફેસ અનલોકનો ઓપ્શન મળે છે
  • આ ફોન ખરીદનાર જિયો સબસ્ક્રાઈબર્સને 198 અને 299 રૂપિયાના રિચાર્જ પર 100GB એડિશનલ ડેટા મળશે

Divyabhaskar.com

Jun 11, 2019, 12:09 PM IST

ગેજેટ ડેસ્ક. Nokia 2.2નું ભારતમાં આજથી વેચાણ શરૂ થયું છે. કંપનીએ ગત સપ્તાહે આ એન્ટ્રિ લેવલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. આ નવો સ્માર્ટફોન અગાઉ લોન્ચ થયેલા નોકિયા 2.1નું જ અપગ્રેડ વર્ઝન છે, જેમાં અપગ્રેડના રૂપમાં હાર્ડવેર અને સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Nokia 2.2ની પ્રારંભિક કિંમત રૂપિયા 6,999 રાખવામાં આવી છે. જે આ ફોનનાં બેઝ વેરિઅન્ટ 2GB+16GBની છે. હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ તમામ સ્માર્ટફોન કરતા સૌથી સસ્તો ફોન બની ગયો છે. આ ફોનનાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 7,999 રાખી છે. આ કિંમત માત્ર મર્યાદિત સમય માટે જ કંપનીએ જાહેર કરી છે, જે 30 જૂન સુધી માન્ય રહેશે. ત્યારપછી આ વેરિઅન્ટની કિંમત ક્રમશઃ રૂપિયા 7699 અને 8,699 થઈ જશે.

આ ફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો આજથી નોકિયાની ઓફિસિઅલ વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર પર જઈને ખરીદી કરી શકે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ ઉપર પણ આ ફોન ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ છે પરંતુ હાલ આ ફોન કોઈ ઈ-કોમર્સ વેબસાઈટમાં લિસ્ટિંગ કરવામાં આવ્યો નથી. આ ફોન સાથે મળતી ઓફર્સની વાત કરીએ તો જિયો સબસ્ક્રાઈબર્સને Nokia 2.2 સાથે 198 અને 299 રૂપિયાના રિચાર્જ પર 100GB એડિશનલ ડેટા સાથે 2,200 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. આ કેશબેક 50 રૂપિયાની 44 કૂપનનાં ફોર્મેટમાં મળશે.

સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં 5.71- ઈંચની HD+ વોડરડ્રોપ ડિસ્પ્લે આપી છે. બ્લેક અને સ્ટીલ એમ બે કલરમાં આ ફોન ઉપલબ્ધ છે. Nokia 3.2 અને Nokia 4.2 ની માફક જ ફોનની સાઈડમાં ગૂગલ આસિસ્ટન્ટ બટન આપ્યું છે. Nokia 2.2માં 2GB અને 3GB સુધીની રેમ સાથે 2GHz MediaTek Helio A22 પ્રોસેસર આપ્યું છે. આ ફોનમાં બે સીમ સ્લોટ અને એક મેમરી કાર્ડ માટેનો સ્લોટ આપ્યો છે.

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં 13MPનો રિઅર કેમેરા LED ફ્લેશ સાથે આપ્યો છે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા છે. નોકિયા 2નો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ફેસ અનલોકનો ઓપ્શન મળે છે. આ ફોનની બેટરી 3,000mAhની છે. ફોનની ખાસ બાબત એ છે કે, આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો એક ભાગ છે જે એન્ડ્રોઈડ પાઈ પર ચાલે છે.

X
Nokia 2.2 starts selling, the cheapest android phone available at just Rs 6999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી