અપડેટ / ટેલિગ્રામમાં સાઇલન્ટ મેસેજનું નવું ફીચર ઉમેરાયું, કોઈ ડિસ્ટર્બન્સ વગર જરૂરી મેસેજ મોકલી શકાશે

New feature of Silent Message added to Telegram, no message can be sent without disturbances

  • નવી અપડેટમાં એનિમેટેડ ઈમોજી અને વીડિયો થમ્બનેલ મોકલવાની સુવિધા પણ આપવામાં આવી છે 
  • ટેલિગ્રામનું નવું અપડેટ એન્ડ્રોઇડ અને iOS બંને પ્રકારના યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે

Divyabhaskar.com

Aug 12, 2019, 02:44 PM IST

ગેજેટ ડેસ્ક: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે નવી અપડેટ રિલીઝ કર્યું છે. આ નવી અપડેટમાં યુઝર્સને સાઇલન્ટ મેસેજ મોકલવાની સુવિધા મળશે. નવાં ફીચરથી યુઝર કોઈ પણ અવાજ વગર અન્ય યુઝરને મેસેજ મોકલી શકશે. તેમજ આ અપડેટમાં એનિમેટેડ ઈમોજી, વીડિયો થમ્બનેલ અને વીડિયો ટાઈમ સ્ટેમ્પ મોકલવાની પણ સુવિધા આપવામાં આવી છે. તેની માહિતી કંપનીએ ટ્વીટ કરીને આપી હતી.

સેન્ડ વિધાઉટ સાઉન્ડ
નવા અપડેટમાં સાઇલન્ટ મેસેજના ફીચરના ઉપયોગથી યુઝર કોઈ પણ અવાજ વગર અન્ય યુઝરને મેસેજ સેન્ટ કરી શકે છે. તેના માટે યુઝરે મેસેજ ટાઈપ કરવાનો રહેશે અને તેને થોડીવાર હોલ્ડ કરવો પડશે. હોલ્ડ કરવાથી 'સેન્ડ વિધાઉટ સાઉન્ડ' ઓપ્શન આવશે, જેને યુઝરે સિલેક્ટ કરવાનો રહેશે. આ ફીચરનો ઉપયોગ કરવાથી જે યુઝરને મેસેજ મોકલ્યો છે, તેના ફોનમાં કોઈ પણ સાઉન્ડ વગર આ મેસેજ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.

આ ફીચર એ લોકો માટે ફાયદાકરાક સાબિત થશે, જે મીટિંગમાં બેઠેલા અન્ય કોઈ વ્યક્તિને ડિસ્ટર્બ કર્યા વગર મેસેજ મોકલવા માગતા હોય. આ ફીચરથી મેસેજ મોકલવાથી કોઈ પણ અવાજ આવશે નહીં અને મેસેજ યુઝરના ડિવાઇસ પર સાઇલન્ટ્લી ડિસ્પ્લે થશે.

 

ટેલિગ્રામે પોતાના સત્તાવાર બ્લોગમાં મૂકેલી પોસ્ટમાં કહ્યું કે, આ ફીચર ગ્રૂપ ચેટમાં પણ કામ કરશે. જો તમને સવારે 5 વાગ્યે કોઈ વિચાર આવ્યો, પણ એ એટલો જરૂરી નથી કે તમે તેને શેર કરીને કોઈની ઊંઘ ખરાબ કરો. તે સ્થિતિમાં સાઇલન્ટ મેસેજ ફીચરનો ઉપયોગ કરીને ગ્રૂપ મેસેજ પણ કરી શકાય છે.

આ નવી અપડેટમાં વીડિયો થમ્બનેલ અને ટાઇમસ્ટેમ્પ જેવાં ફીચર પણ સામેલ છે. થમ્બનેલ બતાવશે કે વીડિયોમાં તમે કયા લોકેશન પર હતા અને સાથે જ યુઝર ટાઇમસ્ટેમ્પ પણ વીડિયો સાથે એડ કરી શકે છે. તેને ક્લિક કરવાથી યુઝર વીડિયોના સીધા એ પાર્ટ પર પહોંચી શકે છે કે, જેને તમે બતાવવા ઇચ્છતા હો.

 

નવા અપડેટમાં આઇઓએસ યુઝર્સને ડાર્ક થીમ સિલેક્ટ કરવાની સુવિધા મળે છે.

 

એન્ડ્રોઇડ એપ યુઝરને નવો એટેચમેન્ટ ઓપ્શન મળશે, જેમાં નવા ગ્રિડ વ્યૂ અને મોટા થમ્બનેલનો ઓપ્શન મળશે. તેનાથી ઇમેજ સિલેક્ટ કરવામાં સરળતા રહેશે.

 

નવા અપડેટનાં માધ્ય્મથી યુઝર ટેલીગ્રામ ચેટમાં અનલિમિટેડ ઈમોજી મોકલવાની સુવિધા મળશે. નવા અપડેટને એનરોઇડ અને આઇઓએસ યુઝરમાટે રિલીઝ કરવામાં આવ્યો છે. તેને વિન્ડોઝ અને મેકઓએસ માટે જલ્દી રિલીઝ કરવામાં આવશે.

 
X
New feature of Silent Message added to Telegram, no message can be sent without disturbances
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી