અપડેટ / માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે 10 ભારતીય ભાષાઓમાં ફોનેટિક ઈન્ડિક કી બોર્ડ્સનો ઉમેરો કર્યો

Microsoft added the Phonetic Indic Key Boards in 10 Indian languages for Windows 10
X
Microsoft added the Phonetic Indic Key Boards in 10 Indian languages for Windows 10

  • ઓપરેટિંગ સિસ્ટમના ભાગરૂપે વર્ચ્યુઅલ કિબોર્ડ્સ હવે સિસ્ટમમાં ઈનબિલ્ટ આવશે

Divyabhaskar.com

Jun 18, 2019, 05:39 PM IST

ગેજેટ ડેસ્ક. માઈક્રોસોફ્ટે હવે વિન્ડોઝ 10 માટે અપડેટ (19H1)માં 10 ભારતીય ભાષાઓ માટે સ્માર્ટ ફોનેટિક કિબોર્ડ્સનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. અપડેટેડ વર્ચ્યુઅલ કિબોર્ડ વપરાશકર્તાની પ્રાથમિક્તા મુજબ ભારતીય ભાષામાં વ્યક્તિગત સ્વરૂપે શબ્દોનું સૂચન કરશે, તેમજ ટેક્સ્ટ ઈનપુટની ચોક્સાઈમાં સુધારો-વધારો કરશે. આ કિબોર્ડ્સ સ્વાભાવિક ઉચ્ચારણો પર આધારિત હોવાથી વપરાશકારે તેને અલગથી શીખવાની જરૂર નથી. તાત્કાલિક તેનો ઉપયોગ સરળતાથી શરૂ કરી શકાશે.

અપડેટેડ ફોનેટિક કિબોર્ડ્સ હિન્દી, બંગાળી, તમિલ, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે કમ્પ્યુટિંગની ભાષાને ભારતમાં વધુ સમાવેશક અને પ્રાદેશિક સ્તરની બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ કિબોર્ડ્સ હવે ભારતીય વપરાશકારોને તેમની પ્રાદેશિક અથવા પસંદગીની ભાષામાં કામ કરવા સક્ષમ બનાવશે. હવે તેમણે અગાઉની જેમ કસ્ટમાઈઝ્ડ ઈન્ડિક હાર્ડવેર કિબોર્ડ્સ અથવા સ્ટીકર્સ ખરીદવાની જરૂર નહીં પડે.

ટ્રાન્સલેટેડ ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટ કરવું સરળ બની જશે

વપરાશકર્તાઓ માટે વર્તમાન કિબોર્ડ્સનો ઉપયોગ કરીને ટ્રાન્સલેટેડ ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટ કરવું સરળ બની જશે, જે પરંપરાગતરૂપે તેમના પર લેટિન અક્ષરો પર અંકિત હતા. ભાષાંતરથી વિપરિત ટ્રાન્સલેશન આપમેળે એક ભાષામાંથી બીજી ભાષામાં પરિવર્તિત થઈ જશે. ઉદાહરણરૂપે આપણે લેટિન અક્ષરોમાં ‘ભારત’ ટાઈપ કરીશું તો ફોનેટિક કિબોર્ડ ફાઈનલ આઉટપુટ નિશ્ચિત ભાષાના આધારે भारत (હિન્દી), ভারত (બંગાળી), ભારત (ગુજરાતી) અથવા ਭਾਰਤ (પંજાબી)માં જોવા મળશે.z

નવા ટૂલ્સ માત્ર કમ્પ્યુટિંગને સમાવેશક બનાવવામાં જ મદદરૂપ નહીં થાય, પરંતુ તેઓ ભારતીય ભાષાઓમાં ટાઈપિંગની ઝડપ અને ચોક્સાઈ પણ અંદાજે 20% જેટલી વધારશે તેવી અપેક્ષા સેવાય રહી છે. વધુમાં, તેઓ અનેક પ્રાદેશિક પ્રતિકો (ભારતીય આંકડાઓ જેવા)ને ઈનપુટ કરવા માટે સરળ બનાવે છે.

આ અપડેટ પહેલાં ઈન્ડિક વપરાશકારે કંપનીની ઈન્ડિક કમ્યુનિટી વેબસાઈટ ‘Bhashaindia.com’ અથવા થર્ડ પાર્ટી ટૂલમાંથી માઈક્રોસોફ્ટ ઈન્ડિક લેન્ગ્વેજ ઈનપુટ ટૂલ (આઈએલઆઈટી) ડાઉનલોડ કરવાની જરૂર પડતી હતી. માઈક્રોસોફ્ટમાંથી (ઈન્ડિક ઈનપુટ 1, ઈન્ડિક ઈનપુટ 2 અને ઈન્ડિક ઈનપુટ 3) એવા અનેક ટૂલ્સ ભારતીય ભાષાઓમાં ફોનેટિક ટેક્સ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. નવું અપડેટ, જે હવે ઓપરેટિંગ સિસ્ટમમાં ઈનબિલ્ટ આવશે તે ઈનપુટ મેથડ એડિટર્સ (આઈએમઈસ) તરીકે ઓળખાતા કોઈપણ બાહ્ય ટૂલ્સને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત દૂર કરે છે. વપરાશકારો માટે અહીં આ અપડટેના કેટલાક અન્ય લાભો પણ ઓફર કરવામાં આવ્યા છે.

  • અનેક વપરાશકારો ફોનેટિક ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટની ઉપલબ્ધતાથી માહિતગાર નથી હોતા તેથી ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનેટિક કિબોર્ડ્સનું એકીકરણ તેમને વધુ સારું શોધવા યોગ્ય વિકલ્પ બનાવશે.
  • કોઈ અલગ ઈન્સ્ટોલેશન જરૂરી ન હોવાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી અથવા ન હોય તેવા વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.
  • ઈન્સ્ટોલ કરાયેલા ટૂલ્સથી વિપરીત હવે વધુ કોઈ સતત અપગ્રેડેશનની જરૂર નહીં હોય, પરંતુ તે વિન્ડોઝ અપડેટ્સના ભાગરૂપ બની જશે.
5. ઈન્ડિક ફોનેટિક કિબોર્ડ્સનું અપડેટિંગ અને ઉપયોગ

અપડેટ કરાયેલા કિબોર્ડ્સ તાજેતરના વિન્ડોઝ 10 અપડેટ (19H1) સાથે આપમળે ઉપલબ્ધ થઈ જશે. યુઝર્સે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે આ સ્ટેપ્સ થકી લેટેસ્ટ અપડેટ મેળવી શકશે. Settings> માં જઈને Updates & Security>માં જાવ અને Windows Update કરો. એક વખત અપડેટ ઈન્સ્ટોલ્ડ થઈ જશે એટલે લેન્ગ્વેજ સેટિંગ્સમાં જઈને ફોનેટિક કિબોર્ડ્સ એક્ટિવેટ કરી શકાશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી