તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Mi Wifi Smart Led Bulb Goes On Sale From Today Know Features, Price, Specifications And Important Utility

શાઓમી કંપનીએ 11 વર્ષનું આયુષ્ય ધરાવતો સ્માર્ટ LED બલ્બનું વેચાણ શરુ કર્યું, કિંમત 1299 રૂપિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ LED સ્માર્ટ બલ્બ મનુષ્યના મૂડ પ્રમાણે 1.6 કરોડ કલર બદલી શકે છે
  • એલેક્સા વોઈસ અસિસ્ટન્ટ ઉપરાંત ગૂગલ અસિસ્ટન્ટને પણ સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્ક: ચીનની કંપની શાઓમીએ ભારતના માર્કેટમાં વોઇસ કમાન્ડવાળો સ્માર્ટ LED બલ્બનું વેચાણ શરુ કરી દીધું છે. આ બલ્બની કિંમત 1299 રૂપિયા છે. સ્માર્ટ બલ્બને શાઓમી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ કે એમેઝોન પરથી ખરીદી શકાય છે. ગ્રાહકોને લોભાવવા કંપનીએ શરૂઆતમાં ફ્રી ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી જેવી સુવિધા પર આપી છે. કંપનીએ આ બલ્બની ઝલક પ્રથમવાર 24 એપ્રિલે બતાવી હતી

શાઓમી કંપનીએ સ્માર્ટ બલ્બને રેડમી Y3 સ્માર્ટ બલ્બ સાથે લોન્ચ કર્યો છે. આ માટે કંપનીએ ક્રાઉડ ફંડિંગ શરુ કર્યું હતું, જેમાં તેને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. તે સમયે કંપનીએ બલ્બની કિંમત 999 રૂપિયા રાખી હતી. હાલ કિંમતમાં 300 રૂપિયાનો વધારો એટલે કે ગ્રાહકને બલ્બ 1299 રૂપિયામાં પડશે. કંપનીએ પ્રથમ 400 ગ્રાહકો માટે તેની સ્માર્ટ LED બલ્બની કિંમત 999 રૂપિયા રાખી હતી.

ખાસિયત

  • આ LED સ્માર્ટ બલ્બ મનુષ્યના મૂડ પ્રમાણે 1.6 કરોડ કલર બદલી શકે છે. 
  • કંપનીએ દાવો કર્યો છે કે, આ બલ્બનું ઓછમાં ઓછું આયુષ્ય 11 વર્ષનું હશે.
  • આ સ્માર્ટ બલ્બ એમેઝોનના એલેક્સા વોઈસ અસિસ્ટન્ટ ઉપરાંત ગૂગલ અસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે. 
  • બલ્બને કંટ્રોલ કરવું પણ ઘણું સરળ છે. Mi હોમ એપ મદદથી બલ્બને ઓન-ઓફ કરી શકાશે, સાથે જ તમે શેડ્યૂલ પણ સેટ કરી શકશો.
  • આ ઉપરાંત ગ્રાહક બલ્બની બ્રાઇટનેસ અને ટેમ્પરેચરને પણ કંટ્રોલ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો