ન્યૂ ફોન / કાર્બન કંપનીએ KX સિરીઝના નવા ચાર ફોન લોન્ચ કર્યા, કિંમત 700થી 1000 રૂપિયા

Karbonn launches KX series feature phones priced between 700 to Rs 1000 rupees
X
Karbonn launches KX series feature phones priced between 700 to Rs 1000 rupees

  • આ ફોનનું વેચાણ આવતા મહિને શરુ થશે

Divyabhaskar.com

Aug 08, 2019, 04:08 PM IST

ગેજેટ ડેસ્ક: ભારતીય કંપની કાર્બને  KX સિરીઝના નવા ચાર ફોન લોન્ચ કર્યા છે. આ સિરીઝમાં  KX3, KX 25, KX26 અને  KX27 સામેલ છે. તેની કિંમત 700 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની છે. આ ફોનનું વેચાણ આવતા મહિને શરુ થશે.

KX સિરીઝના ખાસ ફીચર્સ

કાર્બન KX3માં 1.7 ઇંચની ડિસ્પ્લે, 800mAhની બેટરી, બૂમ બોક્સ સ્પીકર, વાયરલેસ એફએમ રેડિયો વિથ રેકોર્ડર, પાવર સેવિંગ મોડ અને વીડિયો મ્યુઝિક પ્લેયર જેવા ફીચર્સ મળશે.

KX25માં 1800mAhની બેટરી, 2.4 ઇંચની ડિસ્પ્લે, એફએમ રેડિયો વિથ રેકોર્ડિંગ, એલઈડી ટોર્ચ, ડિજિટલ કેમેરા, ડ્યુઅલ સિમ સ્લોટ જેવા ફીચર્સ સામેલ છે.

KX26માં 1.7 ઇંચની ડિસ્પ્લે,1450mAhની બેટરી , ડિજિટલ કેમેરા અને વીડિયો મ્યુઝિક પ્લેયર સામેલ છે.

KX27માં 1750mAhની બેટરી, ડિજિટલ કેમેરા અને બ્લુટૂથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ મળશે. ફોનમાં ઈન -બિલ્ટ મેસેજિંગ ફીચર જેટોક પણ મળશે. તે વોટ્સએપની જેમ કામ કરે છે. આ ફીચર દ્વારા યુઝર ટેક્સ્ટ મેસેજ, વોઇસ મેસેજ અને પિક્ચર અન્ય યુઝરને મોકલી શકે છે. જે એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝરના ફોનમાં જેટોક હશે તેની સાથે  KX27નો યુઝર વાત કરી શકશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી