લોન્ચ / Infinix Hot 7 Pro સ્માર્ટફોન, 4 કેમેરા અને 6GB RAM સાથે 10 હજારથી ઓછી કિંમતમાં મળતો પહેલો ફોન લોન્ચ થયો

Infinix Hot 7 Pro With Four Cameras, 6GB RAM under price of 10,000

  • સ્પેશિયલ લોન્ચ ઓફર ડિસ્કાઉન્ટ દરમ્યાન ફોન 8,999 રૂપિયામાં મળશે 

Divyabhaskar.com

Jun 10, 2019, 04:42 PM IST

ગેજેટ ડેસ્ક: Infinix ઇન્ડિયા કંપનીએ ભારતમાં Infinix Hot 7 Pro ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની ટક્કર માર્કેટમાં મળતા Redmi Note 7, Realme 2 અને Samsung Galaxy M20 જેવા ફોન સાથે થશે. કંપની એવો દાવો કરી રહી છે કે, આ ફોન 6GB RAM સાથેનો પહેલો એવો ફોન છે જેની કિંમત 10,000ની અંદર છે. ચાર કેમેરા, 6GB RAM + 64GB સ્ટોરેજ સાથે આ ફોનની કિંમત 9,999 છે.

ભારતમાં આ ફોનનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ‘ફ્લિપકાર્ટ’ પર 17 જૂનથી શરૂ થશે. ઉપરાંત કસ્ટમર્સને 21 જૂન સુધી 1000 રૂપિયાની સ્પેશિયલ લોન્ચ ઓફર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. એટલે કે ઓફર દરમ્યાન આ ફોન તમને 8,999માં પડશે. આ ફોન મેટલ યુનિબોડી ડિઝાઇન સાથે મિડનાઇટ બ્લેક અને એક્વા બ્લુ કલર એમ બે કલરમાં મળશે.

Infinix Hot 7 Pro ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ડ્યુઅલ નેનો સિમ ધરાવતા આ ફોનમાં ઓક્ટા કોર MediaTek Helio P22 પ્રોસેસર છે.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ડ્યુઅલ કેમેરા સેટઅપ જેમાં રિઅર કેમેરામાં f/1.8 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.
  • રિઅર કેમેરા આઠ સીન મોડ્સ સાથેના ઓટો ડિટેક્શન, AI પોર્ટ્રેઇટ, AI બ્યુટી, નાઈટ, સ્પોર્ટ્સ, બ્લુ સ્કાય, ટેક્સ્ટ વગેરેને સપોર્ટ કરે છે.
  • ફ્રન્ટ કેમેરામાં f/2.0 લેન્સ સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર સામેલ છે.
  • 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન અને 18.75:9 આસ્પેક્ટ રેશિયો સાથે વોટરડ્રોપ સ્ટાઇલ નોચ ડિઝાઇનની 6.19-inch HD+ (720x1500) ડિસ્પ્લે
  • 64GB ઇન્ટર્નલ સ્ટોરેજ અને માઈક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ ક્ષમતાને 256GB સુધી વિસ્તારી શકાશે
  • 4,000mAh બેટરી અને 7.19mmની જાડાઈ
X
Infinix Hot 7 Pro With Four Cameras, 6GB RAM under price of 10,000

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી