નવી અટેન્ડન્સ સિસ્ટમ / જો નશામાં ઓફિસ જશો તો ફેશિયલ રેકગ્નિશન અટેન્ડન્સ સોફ્ટવેર ડિટેક્ટ કરી લેશે

If you go to the office drunk, the facial recognition will detect the attendance software.

Divyabhaskar.com

Aug 13, 2019, 02:11 PM IST

ગેજેટ ડેસ્ક. આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ હવે તે તમારા કરિયર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. સવારના પહોરમાં પણ જે લોકો છાંટોપાણી કરીને ઓફિસ જવાની (કુ)ટેવ ધરાવતા હોય તેમનું આવી બનશે. ચેન્નઈની 'રેમકો' કંપનીએ એવી ફેશિયલ રેકગ્નિશન અટેન્ડન્સ સિસ્ટમ તૈયાર કરી છે. જે શ્વાસની ગતિને ડિટેક્ટ કરીને કહી આપશે કે તમે કેટલા નશામાં છો. આ ફેશિયલ રેકગ્નિશન અટેન્ડન્સ સિસ્ટમમાં બ્રેધ એનલાઇઝરનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે કર્મચારીના ચહેરા અને શ્વાસને એનેલાઈઝ કરશે અને નશામાં હોવાની જાણકારી કંપનીના એચઆર વિભાગને આપશે.

કંપનીનું આગામી પગલું ડ્રગ્સ લેનાર લોકોને પકડી પાડવાનું છે

કંપનીનો દાવો છે કે, બ્રેધ એનેલાઈઝર 100 ટકા સાચો જવાબ આપવા માટે સક્ષમ છે. આ ટેકનિકથી ઓફિસમાં નશો કરીને આવતા લોકો અંગે સરળતાથી ખબર પડી જશે અને વર્કપ્લેસ પર યોગ્ય માહોલ બનશે. કંપનીના સીઈઓ વિરેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, તેઓ એવો સોફ્ટવેર બનાવવા પર કામ કરી રહ્યા છે, જે નશાની સાથે ડ્રગ્સ લેનાર લોકોને પણ પકડી પાડશે. કેમ કે, ભારતમાં ડ્રગ્સ લેનાર લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.

ભારતમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે. આરટીઆઈ દ્વારા મળતી જાણકારી અનુસાર, DGCA (ડાયરેક્ટરટ ઓફ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, 2015માં 171 પાયલટોએ વિમાન ઉડાડતાં પહેલાં નશો કર્યો હતો. તેમાંથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હતી. જૂન મહિનામાં દિલ્હી જળ વિભાગના એક કર્મચારીનો આલ્કોહોલ લેતો વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

જર્મનીમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, ભારતમાં 2010-2017ની વચ્ચે આલ્કોહોલ લેનાર લોકોની સંખ્યા 38 ટકા વધી ગઈ છે. જેની ગંભીર અસર ઓફિસમાં કામ કરતા લોકો પર અને વાતાવરણ પર પડી રહી છે. જેથી અન્ય કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલ ઊઠી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે,આ સોફ્ટવેર દારૂ પીવાના કારણે થતા અકસ્માતને રોકવામાં પણ સક્ષમ છે.

X
If you go to the office drunk, the facial recognition will detect the attendance software.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી