લોન્ચ / ગૂગલ અને માઈક્રોસોફ્ટ સાથે વિવાદો વચ્ચે ચાઈનીઝ કંપની Huweiએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી

Huawei launches HarmonyOS operating system, Says it can switch from Google Android if needed
Huawei launches HarmonyOS operating system, Says it can switch from Google Android if needed

  • આ ઓપરેટિંગ સિસ્ટમનું નામ ચીનમાં HongmengO અને વિશ્વભરમાં HarmonyOS હશે 
  • આ વર્ષના અંત સુધીમાં ચીનમાં કંપની અનેક ડિવાઇસ લોન્ચ કરશે 
  • ગૂગલ અને માઈક્રોસોફ્ટથી એક્સેસ નહીં મળે તો, તમામ ફોન માટે રિલીઝ થશે 

Divyabhaskar.com

Aug 10, 2019, 02:05 PM IST

ગેજેટ ડેસ્ક: ચીની કંપની હુવાવે (Huwei)એ ‘હુવાવે ડેવલપર્સ કોન્ફરન્સ’ (HDC) 2019માં પોતાની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે. કંપનીએ તેને ‘HongmengOS’ નામ આપ્યું છે. તેનું ગ્લોબલ નામ ‘HarmonyOS‘ છે. હુવાવેનો ગૂગલના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. લોન્ચિંગ ઇવેન્ટમાં કંપનીના CEO રિચર્ડ યૂએ જણાવ્યું કે, આ સિસ્ટમ OS સ્માર્ટફોન, સ્માર્ટ સ્પીકર્સની સાથે સેન્સરવાળાં ડિવાઇસ પર રન કરી શકશે. જોકે કંપનીએ તેનાં ફીચર્સ વિશે કોઈ માહિતી આપી નથી. આ સિસ્ટમની જાણકારી આપતાં કંપનીએ ટ્વીટ પણ કર્યુ છે.

સ્માર્ટફોન અને સ્માર્ટ ટેલિવિઝનમાં અપડેટ
હુવાવેની હાર્મની ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલાં સ્માર્ટફોન અને સ્માર્ટ ટેલિવિઝનમાં આપવામાં આવશે. ત્યારબાદ તેને અન્ય ડિવાઇસમાં પણ આપવામાં આવશે, પરંતુ તેમાં 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. હાલમાં ફક્ત ચાઈનીઝ યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. થોડા દિવસોમાં અન્ય દેશોમાં પણ તેને લોન્ચ કરવામાં આવશે.

તમામ પ્રકારનાં એપ્સ મળશે
કંપનીએ જણાવ્યું કે, આ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયાના તમામ પ્રકારનાં સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકાશે. એટલે કે જે સ્માર્ટફોનમાં ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે, તે લોકો પણ હુવાવેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. આ OS પર પણ તમામ પ્રકારની એપ્સ મળશે અને આગામી દિવસોમાં બધી કંપનીઓ આ OS માટે એપ્સ તૈયાર કરશે. હુવાવે દુનિયાભરના એપ્સ ડેવલપર્સને તેના ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્સ બનાવવા માટે ઓપન પ્લેટફોર્મ આપવા માગે છે.

સિંગલ સોફ્ટવેરવાળી ઓપરેટિંગ સિસ્ટમ
રિચર્ડ જણાવે છે કે, હાર્મની ઓપરેટિંગ સિસ્ટમ સિંગલ સોફ્ટવેર છે, જે વધારે મેમરી અને પાવરવાળા સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ડિવાઇસની સાથે નાના હાર્ડવેર પર પણ તેનો સહેલાઈથી ઉપયોગ કરી શકાશે. દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતા એન્ડ્રોઇડ અને iOSનાં ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટ થયા બાદ કેટલાંક ફીચર્સને સપોર્ટ કરતાં નથી, પરંતુ હાર્મની તમામ પ્રકારનાં ડિવાઇસને સપોર્ટ કરશે.

હુવાવે હાર્મની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન અને લેપટૉપને આ વર્ષના અંતમાં લોન્ચ કરી શકે છે. જ્યારે ગ્લોબલી તેને વર્ષ 2020 સુધી લાવવામાં આવશે. આ સિસ્ટમવાળા સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ ત્યારે કરી શકાશે, જ્યારે હુવાવેને ગૂગલ અને માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમનો એક્સેસ નહીં મળે. ત્યારબાદ હાર્મની ઓપરેટિંગ સિસ્ટમના ઓપન સેટ અપને તમામ ફોન માટે રિલીઝ કરવામાં આવશે.

X
Huawei launches HarmonyOS operating system, Says it can switch from Google Android if needed
Huawei launches HarmonyOS operating system, Says it can switch from Google Android if needed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી