નવું લેપટોપ / HPએ લોન્ચ કર્યું 45 હજારની કિંમતનું ક્રોમબુક x360, તેમાં 14 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે

HP launches a 45-inch Chromebook X360, with a 14-inch touchscreen display

  • ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેમાં એન્ડ્રોઈડ એપ્સ ઈન્સ્ટોલ કરી શકાશે
  • ક્રોમબુક x360ને લેપટોપ, ટેબલેટ, સ્ટેન્ડ અને ટેન્ટ જેવા ચાર મોડમાં ઉપયોગ કરી શકાય છે. 
  • આ લેપટોપ સિરામિક વ્હાઈટ અને ક્લાઉડ બ્લુ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 

Divyabhaskar.com

Aug 10, 2019, 02:14 PM IST

ગેજેટ ડેસ્ક. કમ્પ્યુટર કંપની ‘HP’એ શુક્રવારે પોતાનું નવું ક્રોમબુક મોડેલ ‘HP ક્રોમબુક x360’ લેપટોપ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યું છે. તેની શરૂઆતી કિંમત 44,990 રૂપિયા છે. ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત આ લેપટોપ પર ગૂગલ પ્લે સ્ટોરની મદદથી એન્ડ્રોઈડ એપ્સ ઈન્સ્ટોલ કરી શકાય છે. ગ્રાહકો આ લેપટોપને દેશનાં 28 શહેરોમાં આવેલા HP વર્લ્ડ સ્ટોરથી ખરીદી શકાય છે. ગ્રાહકો તેને HP ઓનલાઈન સ્ટોર ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકે છે. તે સાથે ગ્રાહકોને એક વર્ષનું ગૂગલ ક્લાઉડ સર્વિસ સબ્સ્ક્રિપ્શન પણ મળશે, જેમાં 100GB ગૂગલ ડ્રાઈવ સ્ટોરેજ અને અનલિમિટેડ ગૂગલ ફોટો સ્ટોરેજ જેવી સુવિધા મળશે.

HP ક્રોમબુક x360ની સાથે ગ્રાહકોને રિલાયન્સ જિયો તરફથી 999 રૂપિયા કિંમત 2GB 4G ડેટા દરરોજ ફ્રી મળશે, સાથે ગ્રાહકોને જિયો ગ્રાહકને જિયો એન્ડ્રોઈડ એપનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મળશે. ગ્રાહકોને 35,000 રૂપિયા કિંમતનું ‘મેરિટનેશન’ એજ્યુકેશન પેકેજ પણ ફ્રી મળશે. લેપટોપ સિરામિક વ્હાઈટ અને ક્લાઉડ બ્લુ કલર ઓપ્શનમાં મળશે.

ક્રોમબુક x360નો લેપટોપ, ટેબલેટ, સ્ટેન્ડ અને ટેન્ટ જેવા ચાર મોડમાં ઉપયોગ કરી શકાય છે. તેમાં 8th જનરેશન ઈન્ટેલ કોર i3-8130U પ્રોસેસર છે. ઉપરાંત તેમાં 14 ઈંચની ફુલ 1920x1080 પિક્લસનું રિઝોલ્યૂશન ધરાવતી હાઈ ડેફિનેશન મલ્ટિ ટચ આઈપીએસ ડિસ્પ્લે છે. તેમાં માઈક્રો એજ 7.5 એમએમનો અલ્ટ્રા થિન બેઝલવાળી સ્ક્રીન મળશે.

આ લેપટોપના વેબકેમમાં હાઈ ડેફિનેશન ટ્રુ વિઝનએચડી કેમેરા છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં વાઈ-ફાઈ 802.11, બ્લૂટૂથ 4.2 બે યુએસબી 3.2 ટાઈપ સી પોર્ટ એક યુએસબી 3.1 HP સ્લીપ અને ચાર્જ પોર્ટ, એક હેડફોન/માઈક્રોફોન કોમ્બો, એક મલ્ટિ ફોર્મેટ SD કાર્ડ રિડર છે. તેમાં 64GB એસએસડી સ્ટોરેજ, 8GBની રેમ છે. આ લેપટોપ માત્ર 1,68 કિલો વજનનું છે.

X
HP launches a 45-inch Chromebook X360, with a 14-inch touchscreen display
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી