સેફ્ટી ટિપ્સ / અમિતાભ બચ્ચન પછી ક્યાંક તમારું ટ્વિટર એકાઉન્ટ પણ હેક ન થાય તે માટે સેફ્ટી ગાઇડ ફોલો કરો

Divyabhaskar.com

Jun 12, 2019, 05:08 PM IST
how to save twitter account

ગેજેટ ડેસ્ક: બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન ટ્વિટર પર ઘણા એક્ટિવ છે. સોમવારે તુર્કી દેશના હેકર અઇલડિઝ ટિમે બચ્ચન સાહેબનું એકાઉન્ટ હેક કરી લીધું હતું. હેકરે ટ્વિટર એકાઉન્ટ પર અમિતાભ બચ્ચનનો ફોટો કાઢીને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનનો ફોટો મૂકી દીધો હતો. મહારાષ્ટ્રની સાઇબર ટીમ આ મામલે હાલ તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા વાપરતી વખતે યુઝરે સેફટીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

બિગ બીનું એકાઉન્ટ હેક થયા બાદ આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે, હેકર કોઈનું પણ એકાઉન્ટ હેક કરી શકે છે. ટ્વિટર પર સેટિંગ્સમાં એકાઉન્ટની સેફ્ટીને લઈને અમુક ફીચર્સ આપ્યા છે.

તમારા એકાઉન્ટને સેફ રાખવા માટે નીચેની ટિપ્સ ફોલો કરો:

  • ટ્વિટરમાં પ્રાઇવસી એન્ડ સેફ્ટી સેટિંગમાં જાઓ
  • અહીં ટ્વીટ પ્રાઇવસી સેક્શનમાં પ્રોટેક્ટ માય ટ્વીટ્સ બોક્સ પર ક્લિક કરો
  • હવે નીચેની તરફ જઈને પેજ સેવ કરો
  • પેજમાં એક પાસવર્ડ પૂછવામાં આવશે. પાસવર્ડ નાખીને કન્ફર્મ કરો.
  • પાસવર્ડને હંમેશાં સ્ટ્રોંગ બનાવવો. આ માટે આલ્ફાબેટ, ન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો
  • અમુક સમયના અંતરે પાસવર્ડ બદલતાં રહો,પણ એક વાતનું ધ્યાન રાખો કે નવો પાસવર્ડ જૂના પાસવર્ડ કરતાં અલગ હોય.
  • એકાઉન્ટને ફોન નંબર પર સાથે લિંક કરો.
  • કોઈ બીજા ડિવાઇસ કે બીજાના ફોનમાં તમારું એકાઉન્ટ લોગ ઇન ન કરો.
X
how to save twitter account
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી