• Home
  • Gadgets
  • Latest
  • Honor Band 5 Fitness Band With Heart Rate Monitor Launched in India at price 2599 rupees know features price and specification

લોન્ચ / હાર્ટ રેટ મોનિટર જેવા ફીચરથી સજ્જ ‘ઓનર બેન્ડ 5’ ફિટનેસ બેન્ડ ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 2599

Honor Band 5 Fitness Band With Heart Rate Monitor Launched in India at price 2599 rupees know features price and specification

  • આ બેન્ડ ફ્રી સ્ટાઈલ, બટરફ્લાય, બ્રેસ્ટસ્ટ્રોક અને બેકસ્ટ્રોકને રેકગ્નાઈઝ કરી શકે છે
  • બેન્ડ વોટર પ્રુફ છે, જે 50 મીટર સુધી ઊંડા પાણીમાં વર્ક કરી શકે છે
     

Divyabhaskar.com

Aug 09, 2019, 06:27 PM IST

ગેજેટ ડેસ્ક. ચીનની ટેક કંપની ઓનરે પોતાની 'બેન્ડ 5' ફિટનેસ બેન્ડને ભારતમાં લોન્ચ કર્યો છે. ગત મહિને ચીનમાં તેને લોન્ચ કરવામાં આવ્યો હતો. તે કલર ડિસ્પ્લે પેનલ, 5 ATM વોટર રેઝિસ્ટન્ટ કેપેબિલિટી, સ્પોર્ટસ મોડ, હાર્ટ રેટ મોનિટર જેવા ફીચરથી સજ્જ છે.

ભારતમાં કિંમત અને ઓફર
આ બેન્ડની કિંમત 2,599 રુપિયા છે. કંપનીએ બેન્ડને ત્રણ કલર ઓપ્શન મિડનાઈટ નેવી, લાઈટ પિંક અને બ્લેક સાથે લોન્ચ કર્યો છે. બેન્ડનું વેચાણ ફ્લિપકાર્ટ પર કરવામાં આવી રહ્યુ છે.

ફીચર્સ
બેન્ડમાં ફુલ કલર ડિસ્પ્લે છે. સ્વિમ સ્ટ્રોક રેકગ્નિશન, સ્માર્ટ સ્લીપ ટ્રેકર જેવાં ફીચર્સ છે. બેન્ડ 5માં 0.95 ઈંચની AMOLED કલર ટચસ્ક્રીન છે, જે 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શનથી સજ્જ છે. કંપનીએ જણાવ્યું કે, સિંગલ ચાર્જિંગમાં તેની બેટરી 14 દિવસ સુધી ચાલે છે. તે ઉપરાંત તેમાં હાર્ટ રેટ મોનિટર, ઇન્ટેલિજન્ટ સ્લીપ મોનિટર છે. તેમજ બેન્ડ 10 અલગ અલગ પ્રકારની ગતિવિધિઓ જેમ કે, સાઈકલિંગ, રનિંગ, સ્વિમિંગને ટ્રેક કરી શકે છે.

તે 5ATM વોટર રેઝિસ્ટન્ટ એટલે કે 50 મીટર ઊંડાં પાણીમાં પણ તે કામ કરી શકે છે. તેમાં રિમોટ કેમેરા, સ્માર્ટ રિમાઈન્ડર, ફાઈન્ડ યૂઝર ફોન જેવાં ફીચર પણ છે. યૂઝર બ્લુટૂથ દ્વારા બેન્ડને ફોન સાથે કનેક્ટ કરી શકે છે, જે હુવાવે (Huwei) હેલ્થ એપથી કંટ્રોલ કરી શકાશે.

X
Honor Band 5 Fitness Band With Heart Rate Monitor Launched in India at price 2599 rupees know features price and specification
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી