ન્યૂ ફોન / ભારતમાં Honor 20i સ્માર્ટફોન લોન્ચ, કિંમત 14,999 રૂપિયા

Honor 20i smartphone launch in India, priced at Rs 14,999

Divyabhaskar.com

Jun 11, 2019, 03:30 PM IST

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન કંપની ઑનરે આજે ભારતમાં તેનો મીડ રેન્જ સ્માર્ટફોન Honor 20i દિલ્હી ખાતે આયોજિત ઈવેન્ટ દરમિયાન લોન્ચ કર્યો છે. કંપનીએ પહેલાં આ ફોન ચીનમાં એપ્રિલ મહિનામાં લોન્ચ કર્યો હતો. આ ફોન ગ્રાહકો માટે 18 જૂનથી ફ્લિપકાર્ટ ઉપર અને ઓફલાઈન સ્ટોરમાં ઉપલબ્ધ થશે.

સ્પેસિફિકેશન્સ

Honor 20i માં 1080X2340 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.21 ઈંચની ફૂલ એચડી+વૉટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપી છે. ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9નો છે. આ ફોન એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત EMUI 9.0.1 પર કામ કરે છે. 4GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ થયેલા આ ફોનમાં ઓક્ટા કોર કિરિન 710 SOC પ્રોસેસર આપ્યું છે. ગેમિંગ એક્સ્પિરિઅન્સ માટે ફોનમાં જીપીયુ ટર્બો 2.0 ફીચર પણ આપ્યું છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમાં 24 મેગા પિક્સેલનો પ્રાયમરી સેન્સર સાથે 8 મેગા પિક્સેલનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 2 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર આપ્યો છે. સેલ્ફી માટે ફોનમાં એચડીઆર સપોર્ટ અને ફેસ અનલોક ફીચર સાથે 32 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.

ફોનમાં 3,400 mAhની બેટરી છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન નથી આપ્યો. કનેક્ટિવિટી માટે 4G, વાઈફાઈ, બ્લુટૂથ, ક્લૉલકોમ એપ્ટએક્સ એચડી ઓડિયો, માઈક્રો યુએસબી પોર્ટ, હેડફોન જેક સહિતના ફીચર્સ મળશે.

કિંમત

Honor 20i ભારતમાં રૂપિયા 14,999ની કિંમતે લોન્ચ કર્યો છે. ફોનનું વેચાણ 18 જૂનથી ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ ઉપરથી તેમજ ઓફલાઈ સ્ટોર પર શરૂ કરવામાં આવશે. લોન્ચ ઓફરનાં ભાગરૂપે આ ફોન ખરીદનારા ગ્રાહકોને જિયો દ્વારા 2.2GB સુધી ડેટા મળશે અને 2200 રૂપિયા સુધીનું કેશબેક મળશે. સાથોસાથ આ ફોન કોઈપણ પ્રકારનાં વધારાના ચાર્ડ વગર હપ્તેથી ફોન ખરીદી શકાશે. ફોનનો હપ્તો રૂપિયા 2500/ મહિનાથી શરૂ થશે.

X
Honor 20i smartphone launch in India, priced at Rs 14,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી