સેલ / ટ્રિપલ રિઅર કેમેરા વાળા Honor 20iનો આજે લોન્ચ ઓફર સાથે સેલ યોજાશે, કિંમત 14,999 રૂપિયા

A triple rear camera with Honor 20i will be held today with a launch offer

Divyabhaskar.com

Jun 18, 2019, 10:07 AM IST

ગેજેટ ડેસ્ક. ચીનની સ્માર્ટફોન કંપની 'huawei'ની સબ-બ્રાન્ડ Honor એ તેની 20 સિરીઝનો સ્માર્ટફોન 'Honor 20i' લોન્ચ કર્યો છે. ઓનલાઈન શોપિંગ સાઈટ 'ફ્લિપકાર્ટ' ઉપર આજે બપોરે 12 વાગે લોન્ચિંગ ઓફરનાં ભાગરૂપે તેનો સેલ યોજાવાનો છે. કંપનીએ જણાવ્યું છે કે, Honor 20- સિરીઝના સ્માર્ટફોન 'બ્રિક એન્ડ મોર્ટાર' સ્ટોર પરથી પણ ખરીદી શકાશે. બાકીના સ્ટોર પર આ ફોન ક્યારે ઉપલબ્ધ થશે તેની કંપનીએ હજી જાણકારી આપી નથી.

કિંમત અને ઓફર્સ

Honor 20iનો સેલ આજે ભારતમાંબપોરે 12 વાગે યોજાવાનો છે. ફ્લેશ સેલમાં ફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે કંપની દ્વારા અનેક ઓફર્સ પણ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ ઉપરથી ફોન ખરીદવા ઈચ્છતા કસ્ટમર્સ રૂપિયા 14,999ની કિંમતે ફોન ખરીદી શકશે. આ ફોન 4GB રેમ-128GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ થશે. ફોન મિડનાઈટ બ્લેક, ફેન્ટમ બ્લ્યૂ અને ફેન્ટમ રેડ એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ થશે.

ફોન લોન્ચ ઓફર્સની વાત કરવામાં આવે તો કંપનીએ જિયો સાથે ભાગીદારી કરી છે, જે અંતર્ગત આ ફોન ખરીદનાર યુઝર્સ માય જિયો એપ થકી 198 અથવા 299 રૂપિયાનું રિચાર્જ કરવા પર 2200 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકશે. તેની સાથે 125GB સુધીનાં 4G ડેટા પણ ઉપલબ્ધ થશે. તેના સિવાય બાયબેક ઓફર્સ પણ ઉપલબ્ધ છે, જેમાં 90 દિવસની અંદર ફોન પરત કરવા પર ફોનની કિંમતની 90 ટકા રકમ પરત મળશે. નો-કોસ્ટ ઓફ ઈએમઆઈનો વિકલ્પ પણ મળશે.

ફોનનાં સ્પેસિફિકેશન્સ

Honor 20iમાં 6.21 ઈંચની ફૂલ એચડી+ વૉટરડ્રોપ નોચ સાથેની ડિસ્પ્લે આપી છે, તેનું રિઝોલ્યુશન 1080X2340 પિક્સેલનું છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9 પાઈ બેઝ્ડ EMUI 9.0.1 પર કામ કરે છે. 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ વાળા આ ફોનમાં ઓક્ટા કોર કિરિન 710 SoC પ્રોસેસર આપ્યું છે.

ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. જેમાં 24 મેગાપિક્સેલનો પ્રાયમરી સેન્સર, 8 મેગા પિક્સેલનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 2 મેગાપિક્સેલનો ડેપ્થ સેન્સર આપ્યો છે. સેલ્ફી માટે ફોનમાં એચડીઆર સપોર્ટ અને ફેસ અનલોક ફીચર સાથે 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. ફોનમાં 3,400 mAhની બેટરી મળશે.

X
A triple rear camera with Honor 20i will be held today with a launch offer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી