ટેકનોલોજી / ગૂગલ પ્લે સ્ટોર પર ક્રિકેટ પ્રેમીઓ માટે ચાર એપ લોન્ચ થઈ

Google Play Store  launched Four Apps for Cricket Lovers

Divyabhaskar.com

Jul 08, 2019, 03:52 PM IST

ગેજેટ ડેસ્ક. ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્લિકેશનની ઘણા પ્રકારની ટેગરી હોય છે. તેમાં કઈ કેટેગરીની બેસ્ટ એપ છે તેને લિસ્ટ કરવામાં આવે છે. જેને બાદમાં પ્લે સ્ટોર તરફથી એડિટર્સ ચોઈસ નામથી રજૂ કરવામાં આવતી હોય છે. અત્યારે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટ રમાતી હોવાથી પ્લે સ્ટોરના એડિટર ચોઈસ તરફથી એક એવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેથી ક્રિકેટ ફેન્સ ફિલ્ડ પર થતા એક્શનને મિસ ન કરી શકે. લિસ્ટ અનુસાર આ એપથી યુઝર કોઈપણ જગ્યાએ મેચનો આનંદ ઊઠાવી શકે છે. વર્લ્ડકપ મેચની મજા લેવા માટે પ્લે સ્ટોર પર એડિટર્સ દ્વારા પસંદ કરવામાં આવેલી આ એપનો યુઝ કરી શકાશે.

લાઈવ લાઈન એન્ડ ક્રિકેટ સ્કોર્સ

ક્રિકેટ એક્સચેન્જ તરફથી ડેવલપ કરવામાં આવેલી આ એપ વર્તમાન ફોર્મ અને સ્કોડ્સની સાથે દરેક મેચની સંપૂર્ણ માહિતી આપે છે. એટલા માટે એટિડર્સ ચોઈસ બન્યું છે. ઈન-ડેપ્થ ઈન્ટરનેશનલ કવરેજની સુવિધા મળે છે, જેથી તમે એક પણ બોલને મિસ ન કરી શકો. ડેટ, સીરિઝ અને ટીમ અનુસાર કેટેગરી પ્રમાણે સ્કોર્સ અને પિક્સચર્સને શોધવાનો સરળ વિકલ્પ મળે છે. સ્કોર સિવાય બીજુ ધણું બધું અહીં ઉપલબ્ધ છે. આ એપ પર મળતા ન્યૂઝથી યુઝર ટૂર્નામેન્ટની તમામ માહિતી જાણી શકે છે.

ક્રિકેટનેકસ્ટ

ક્રિકેટ ટૂર્નામેન્ટના ન્યૂઝ, મેચ શિડયૂલ્ડ, સુંદર ફોટો અને વીડિયોની સાથે યુઝર એક જ જગ્યાએથી તમામ માહિતી મેળવી શકે છે. ક્રિકેટ એક્ષપર્ટ અયાઝ મેમણ, ગૌરવ શેઠીના એક્સ્કલૂઝિવ એક્સપર્ટ બ્લોગથી વિગતવાર માહિતી પણ પ્રાપ્ત કરી શકાશે. સ્ટેટ સેક્શનમાં ટીમ કે પાર્ટનરશિપ પર યુઝર પોતાનું એનાલિસિસ પણ કરી શકે છે.

ક્રિકેટ લાઈન ગુરુ

ટીવી પર થઈ રહેલા એક્શન કરતા પણ ઝડપથી યુઝર લાઈવ ક્રિકેટ સ્કોર જાણી શકે છે. કમ્યુનિટી બેસ ગેમ એનાલિસિસ માટે પોતાના જેવા અન્ય ઉત્સાહી મેચ ફોલોઅર્સ સાથે ચેટ પણ કરી શકાય છે. કોમેન્ટ્રી, મેચ અને ડિટેલ્સ અપડેટ જાણવાની સાથે પોલ્સ પણ જોઈન કરી શકાશે. પોપ્યુલર ઓપિનિયન્સ પણ જોઈ શકાશે.

ક્રિકબજ

પ્રી, મિડ અને પોસ્ટ મેચ કવરેજની સાથે દરેક ગેમમાં યુઝર અપડેટ રહી શકે છે. અહીં રોમાંચક મેચ અને પોઈન્ટસની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. હર્ષા ભોગલે અને અન્ય એક્સપર્ટની કોમેન્ટ્રી અને એનાલિસિસ જાણવા માંગતો હોવ તો આ ગેમની ઈન-ડેપ્થ અંડરસ્ટેડિંથી મેળવી શકો છો.

X
Google Play Store  launched Four Apps for Cricket Lovers

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી