સેમસંગ / ગેલેક્સી ટેબ A 8.0(2019) લોન્ચ, બે મહિના સુધી યુટ્યૂબ પ્રીમિયમ ફ્રી, કિંમત રૂ.9,999થી શરૂ

Galaxy Tab A 8.0 (2019) launches, YouTube premium free for two months, price starting at Rs 9,999

  • બ્લેક અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. 
  • તેનાં વાઈ-ફાઈ વેરિઅન્ટ ઓફિશિયલ વેબસાઈટ પરથી પ્રિ-બુક કરી શકાય છે. 

Divyabhaskar.com

Aug 08, 2019, 05:46 PM IST

ગેજેટ ડેસ્ક. સેમસંગ ગેલેક્સી 'ટેબ A8.0' ટેબલેટની 2019 એડિશન ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. તે LTE અને LTE-વાઈ-ફાઈ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ટેબલેટમાં ડ્યુઅલ સ્પીકર, મેટલ બોડી અને વધુ ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી છે. અત્યારે તેનું માત્ર વાઈ-ફાઈ વેરિઅન્ટ જ ફ્લિપકાર્ટ અને સેમસંગ ઓનલાઈન સ્ટોર પર પ્રિ-બુકિંગ માટે ઉપલબ્ધ છે. તેમાં સ્નેપડ્રેગન 429 પ્રોસેસર, 5100mAh બેટરી અને 8 મેગાપિક્સલ રિઅર કેમેરા છે. સાથોસાથ તેમાં સ્ટોરેજને 512GB સુધી વધારી શકાય છે. તેમાં પેરેન્ટલ કંટ્રોલની સુવિધા છે જેના દ્વારા બાળકો ટેબલેટ પર શું જોઈ રહ્યાં છે તેના પર નજર રાખી શકાશે.

ભારતમાં કિંમત અને ઓફર

ગેલેક્સી ટેબ A8.0 (2019) વાઈ-ફાઈ કિંમત 9,999 રૂપિયા છે, જ્યારે તેના એલટીઈ વર્ઝનની કિંમત 11,999 રૂપિયા છે. બંને વેરિઅન્ટ બ્લેક અને ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. વાઈ-ફાઈ વર્ઝનને ફ્લિપકાર્ટ અને સેમસંગ શોપ પરથી પ્રિ-બુક કરી શકાય છે. તેનું એલટીઈ વર્ઝન ઓગસ્ટના અંત સુધીમાં ઓફલાઈન-ઓનલાઈન વેચવામાં આવી શકે છે. આ ટેબલેટની સાથે બે મહિના માટે યૂટ્યૂબ પ્રીમિયમનું ફ્રી ટ્રાયલ મળશે.

સેમસંગ બ્રાન્ડનું આ ટેબલેટ એન્ડ્રોઈડ 9.0 પાઈ પર ચાલે છે અને તેમાં 8 ઈંચની WXGA (1280x800 પિક્સલ) ટીએફટી ડિસ્પ્લે છે. સ્પીડ અને મલ્ટીટાસ્ટિંગ માટે ક્વાડકોર સ્નેપડ્રેગન 429 પ્રોસેસરની સાથે 2GB રેમ છે. ફોટો, વીડિયો અને અન્ય વસ્તુ સેવ કરવા માટે 32GBનું સ્ટોરેજ છે.માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 512GB સુધી વધારી શકાય છે.

ગેલેક્સી ટેબ A8.0(2019)માં 8 મેગાપિક્સલનો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. ક્નેક્ટિવિટી માટે વાઈ-ફાઈ 802.11/A/B/G/N,બ્લૂટૂથ વર્ઝન 4.2 અને યૂએસબી 2.0 પોર્ટ સામેલ છે. સેમસંગ ગેલેક્સી ટેબ A8.0(2019)ની લંબાઈ-પહોંળાઈ 210x124.4x8 મિલીમીટર છે. તે ઉપરાંત વાઈ-ફાઈ મોડલનું વજન 345 ગ્રામ છે, જ્યારે એલટીઈ વેરિઅન્ટનું વજન 347 ગ્રામ છે. સ્ટીરિયોફોનિક ઓડિયો અનુભવ માટે ડ્યુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યાં છે.

X
Galaxy Tab A 8.0 (2019) launches, YouTube premium free for two months, price starting at Rs 9,999
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી