એલર્ટ / ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી થકી તમારા ડિવાઈસની સંપૂર્ણ જાણકારી મળે છે

Fingerprint technology provides complete information about your devices

  • સ્ક્રીન રિઝોલ્યૂશન, ઓપરેટિંગ સિસ્ટમ અને મોડેલની વિગતોથી પ્રોફાઈલ બને છે 
  • એપ્સ અને વેબસાઈટમાં છુપાઈ હોય છે ટેક્નોલોજી, લોકોને ખબર નથી પડતી 

Divyabhaskar.com

Jul 08, 2019, 10:46 AM IST

ગેજેટ ડેસ્ક(બ્રાયન ચેન). ઓનલાઈન નિરીક્ષણ અને ટ્રેકિંગથી બચવા માટે ડેટા સુરક્ષિત રાખવા છતાં ડિજિટલ પ્રાઈવેસીની કોઈ ગેરંટી નથી. એડવર્ટાઈઝમેન્ટ ટેક ઈન્ડસ્ટ્રી આપણી ડિજિટલ ગતિવિધિ પર નજર રાખવાના રસ્તા શોધી જ લેશે. તથાકથિત ફિંગરપ્રિન્ટ થકી પણ તમારી માહિતી મેળવાઈ રહી છે. સિક્યુરિટી રિસર્ચર તેને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી કહે છે. હવે તેઓ ફિંગરપ્રિન્ટના માધ્યમથી મોબાઈલ ડિવાઈસ કે કમ્પ્યુટર સ્ક્રિન રિઝોલ્યુશન, ઓપરેટિંગ સિસ્ટમ અને મોડલની જાણકારી ભેગી કરી રહ્યા છે.

ડિવાઈસની સંપૂર્ણ જાણકારી મળ્યા પછી ડેટાથી પ્રોફાઈલ બને છે. તે એ જ રીતે, લોકોને ઓળખે છે, જેવી રીતે ફિંગરપ્રિન્ટથી તમારી ઓળખ થાય છે. આ જાણકારી એડવર્ટાઈઝર દ્વારા ગ્રાહકને પ્રભાવિત કરવાના કામમાં આવે છે. સિક્યુરિટી રિસર્ચરોના જણાવ્યાનુસાર, સાત વર્ષ પહેલા ફિંગરપ્રિન્ટથી ટ્રેકિંગની ટેક્નોલોજી શોધાઈ હતી, પરંતુ હમણાં સુધી તેની ખાસ ચર્ચા નહોતી થતી. આજે 3.5% સૌથી લોકપ્રિય વેબસાઈટ ટ્રેકિંગ માટે તેનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં મોબાઈલ એપ તેનો ઉપયોગ કરે છે.

ફિંગરપ્રિન્ટની શરૂઆત કેવી રીતે થઈ?
છેલ્લા કેટલાક વર્ષોથી એપલ, મોઝિલાએ પોતાના વેબ બ્રાઉઝરમાં પ્રાઈવેસીની સુરક્ષા માટે મજબૂત ઉપાય કર્યા છે. સફારી, ફાયરફોક્સ બ્રાઉઝરમાં પણ ટ્રેકર બ્લોકિંગની સુવિધા છે. તેનાથી એડવર્ટાઈઝર માટે વેબ પર આપણો પીછો કરવો કે જાહેરખબર બતાવવી અઘરું થઈ ગયું છે. ટેક્નોલોજી બ્લોક હોવાના કારણે એડવર્ટાઈઝરોએ લોકોને ટ્રેક કરવા માટે જુદી પદ્ધતિ અપનાવી છે.

ફિંગરપ્રિન્ટ કેવી રીતે કામ કરે છે?
જ્યારે તમે વેબ બ્રાઉઝ કરો છો ત્યારે બ્રાઉઝર વેબસાઈટને પોતાના હાર્ડવેર વિશે જાણકારી આપે છે. જ્યારે તમે કોઈ મોબાઈલ એપ ઈન્સ્ટૉલ કરો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એપની સાથે હાર્ડવેરની જાણકારી શેર કરે છે. આવું એટલા માટે કે, એપને ખબર હોવી જોઈએ કે, તમે કયા પ્રકારના ફોનનો ઉપયોગ કરો છે, જેથી તે પ્રોસેસરની ગતિ સ્ક્રિનના આકારને અનુકુળ થઈ શકે. એપ્સ અને વેબસાઈટના ડેટા લેવા કેટલાક પ્રતિબંધ છે. ઉદાહરણ તરીકે, આઈ ફોન અને એન્ડ્રોઈડ ફોન પર લોકેશન ડેટા, કેમેરા, માઈક્રોફોન સુધી પહોંચવા માટે એપની મંજૂરી લેવી પડે છે. અનેક બ્રાઉઝરને પણ આ સેન્સરો સુધી પહોંચવા મંજૂરી લેવી પડે છે. ગયા વર્ષે ફ્રાંસમાં સંશોધકોને એક અભ્યાસમાં માલુમ પડ્યું હતું કે, તેમના દ્વારા એકત્રિત એક તૃતિયાંશ ફિંગરપ્રિન્ટ એકદમ અલગ અને અનોખા છે. એટલે તેને સરળતાથી ઓળખી શકાય છે.

(*The New York Timesનાં દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)

X
Fingerprint technology provides complete information about your devices
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી