વર્લ્ડ ઈમોજિ ડે / દર વર્ષે 17 જુલાઈએ ઈમોજિ દિવસ મનાવવામાં આવે છે, જેરેમી બર્ગએ તેની શરૂઆત કરી હતી

Emojis are celebrated every year on 17th July, Jeremy Berg introduced it

Divyabhaskar.com

Jul 17, 2019, 03:51 PM IST

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન આવ્યા બાદ ઈમોજીનો ઉપયોગ ખૂબ વધ્યો છે. લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માટે મેસેજ લખવાને બદલે ઈમોજીનો ઉપયોગ વધારે કરે છે. ઈમોજીનો ઉપયોગ કરવાથી પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરી શકાય છે. લોકો સરળતાથી ઈમોજીની મદદથી રિએક્ટ કરી શકે છે.

વર્લ્ડ ઈમોજી ડે

દર વર્ષે 17મી જુલાઈએ વર્લ્ડ ઈમોજિ ડે મનાવવામાં આવે છે. આ દિવસે અનેક કંપનીઓ પોતાની કસ્ટમાઈઝ ઈમોજી પણ જાહેર કરે છે. વર્ષ 2014થી 17 જુલાઈના રોજ આ દિવસ ઉજવાય છે. એક રિપોર્ટ અનુસાર 2015માં 17 જુલાઈના રોજ વર્લ્ડ ઈમોજી ડે ટ્ટિટર પર ટોપ ટ્રેંડમાં હતો. વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત જેરેમી બર્ગએ કરી હતી. જે ઈમોજીપીડિયાનો ક્રિએટર છે. ઈમોજીપીડિયાની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી.

કેવી રીતે થઈ શરૂઆત
ઈમોજિની શરૂઆત આમ તો 1990માં થઈ હતી. સૌથી પહેલા આઈફોનના કીબોર્ડમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. વર્લ્ડ ઈમોજિ ડેના દિવસે 2015માં પેપ્સીએ પેપ્સી ઈમોજિ જાહેર કરી હતી. આધિકારિક યૂનિકોડ સ્ટેંડર્ડ લિસ્ટ અનુસાર કુલ 2,823 ઈમોજી છે. ઈમોજિપીડિયા અનુસાર 2019 વર્લ્ડ ઈમોજી એવોર્ડ જાહેર કરવામાં આવશે.

ચેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર ઈમોજિ તમારા રિએક્શનો બેસ્ટ ઓપ્શન છે. એક ઈમોજિ તમારી ખુશી, નારાજગી કઈ પણ વ્યક્ત કરે છે. વ્હોટ્સએપ પર તમે રિયલ ફેસવાળા સ્ટીકર બનાવી શકો છો. એટલે કે તમે તમારા ચહેરાના હાવભાવ વાળા સ્ટીકર ઈમોજિનો સારી રીતે ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે તમારે ફોનમાં કેટલીક એપ્સ અને અલગ અલગ એક્સપ્રેશન વાળા ફોટોની જરૂર રહેશે.

આવી રીતે તૈયાર કરવામાં આવે છે સ્ટીકર

તમારા ફોનમાં મેસેજિંગ એપ્સ હોવી જોઈએ. વ્હોટ્સઅપ પર તમારા નામ અથવા ફોટો વાળા સ્ટીકર બનાવવા માટે તમારા સ્માર્ટફોનમાં બેક્રાઉન્ડ ઇરેઝર અને પર્સનલ સ્ટીકર ફોર વ્હોટસએપ નામની બે એપ્સ ઈન્સ્ટોલ કરવાની રહેશે. એન્ડ્રોઈડ યૂઝર્સ આ એપને પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ઈન્સ્ટોલ કરી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ ઇરેઝર એપ

આ એપની મદદથી તમે કોઈપણ ફોટોનાં બ્રેકગ્રાઉન્ડ હટાવી શકો છો. એપમાં ફોટો ક્રોપ કરવાની સાથે, તેને ઈરેઝ કરવાનું ઓપ્શન પણ છે. ફોટોના બ્રેકગ્રાઉન્ડ ઓટો, મેન્યુઅલી, મેજિક, રિપેર ટૂલની મદદથી સરળતાથી ઈરેઝ કરી શકો છો. ફોટો ઈરેઝ કર્યા બાદ તેને સેવ કરી લેવો. તેમ છતાં જો એપ પર ફોટોના બ્રેકગ્રાઉન્ડ ડિલીટ ન કરી શકતા હોય તો તેને કોમ્પયુટર પર ફોટોશોપ અથવા અન્ય કોઈ સોફ્ટવેરની મદદથી ઈરેઝ કરી લેવો. બાદમાં ફોટોને પીએનજી ફોર્મેટમાં સેવ કરવો. આ રીતે તમે ફોટોનાં ઓછામાં ઓછા ત્રણ સ્ટીકર બનાવી શકો છો. આ ફોટો જ સ્ટીકરનું કામ કરશે.

પર્સનલ સ્ટીકર્સ ફોર વ્હોટ્સએપ

તમે આ એપને ઓપન કરશો તો પીએનજી ફોર્મેટમાં સેવ ફોનની તમામ ફાઈલ અહીં જોવા મળશે. તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ ફોટો પણ અહીં જોવા મળશે. તમારે આ ફોટોની સામે ADD પર ટેબ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મિની વિન્ડો આવશે તેના પર એક વખત ફરીથી ADD કરવું. આ રીતે તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટીકર્સ વ્હોટ્સએપ પર દેખાશે.

સ્ટીકર સેન્ડ કરવાની પ્રોસેસ

વ્હોટ્સએપ ઓપન કરીને જેને સ્ટીકર સેન્ડ કરવું તે નંબર પર ક્લિક કરવું. હવે ટાઈપિંગ સ્પેસની પાસે આપવામાં આવેલ સ્માઈલી પર ટેબ કરો. અહીં સૌથી નીચેની તરફ સ્માઈલીની સાથે GIF અને સ્ટીકરના લોગો દેખાશે. સ્ટીકરના લોગો પર ટેબ કરવું અને ઉપર ધ ગી લિસ્ટથી બનાવેલાં સ્ટીકર સિલેક્ટ કરવા. સ્ટીકર પર ટેબ કરો તે સેન્ડ થઈ જશે.

X
Emojis are celebrated every year on 17th July, Jeremy Berg introduced it
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી