બાળઉછેર / પતિથી ત્રસ્ત માતાની હતાશા બાળકના વર્તનમાં રીફલેકટ થાય છે

Depression of a mother with a husband is refreshing in the child's behavior

  • સુરતની નવચેતન અદાણી વિદ્યાલયમાં યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તજજ્ઞએ કરેલી વાત
  • બાળકો અમુક ઉંમર સુધી સંવેદનશીલ હોય છે
  • માતા-પિતાએ પોતાનું વર્તન સુધારવું જોઈએ, બાળકોની સામે ઝઘડો કરવો નહીં

Divyabhaskar.com

Jun 20, 2019, 03:19 PM IST

દિવ્યશ્રી ડેસ્ક (ડો.મુકુલ ચોક્સી). 'ઘરની સમસ્યાઓ બાળકો સાથે શાળામાં ભણવા માટે આવે છે. નર્વસ, ચીડિયાપણુ તેમજ હતાશ માતા બાળકને મોટુ નુકશાન પહોંચાડે છે. માતા બાળકને પ્રેમ ભલે કરે પણ સમજીને કરે એ વધુ જરૂરી છે. બાળકોમાં પારાવાર જિજ્ઞાસા હોય છે. તેમની ઘણી વર્તણૂક ભૂલભરેલી જ હોય છે. તેને તત્કાળ દબાણપૂર્વક સુધારવાની જરૂર નથી. તરૂણા અવસ્થામાં જાતીય આવેગો પણ સામાજિક બાબત છે. તેને હેન્ડલ કરતા શીખવાડવાનું વડીલોએ પહેલાં શીખવુ પડશે. ક્યારેક અશિક્ષીત માતા વિદ્વાન માતા કરતા વધારે સારી પુરવાર થઈ શકે છે. માતાનું કામ બાળકને સંસ્કાર આપવાનું છે.

ક્યારેક અશિક્ષીત માતા વિદ્વાન માતા કરતા વધારે સારી પુરવાર થાય છે

બાળઉછેરમાં માતા પિતા તરીકે વાલીઓની જવાબદારીઓ અંગે તેમણે દરેક કાળજી રાખવી જોઈએ. માતા-પિતાએ બાળકના અભ્યાસિક પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખી પ્રશ્નો રોજ પૂછવાની ટેવ વિકસાવવી. તો બાળકને અનુભૂતિ થશે કે તેમના માતા-પિતા તેમની પર સરખું ધ્યાન આપી રહ્યા છે. બાળકને સતત તેમની પસંદગીની કોઈ ને કોઈ વાત માટે પ્રોત્સાહિત કરતા રહેવુ. તેમની સિદ્ધિઓને બિરદાવવી જોઈએ. ખોટી વસ્તુ માટે કદી લાલચ ન આપવી. વાલીએ પોતે વાંચનની ટેવ વિકસાવવી. રોજ બાળકોની વાતો સાંભળવી અને તેમની વાતો પર ચર્ચા કરવી.

સાંપ્રત યુગની જરૂરિયાત માત્ર રોટી કપડા, મકાનની નથી શિક્ષણ પણ છે, શિક્ષણ વગર ભવિષ્ય અંધકારમય છે. બાળકો અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક બાળકો સૂચના, માર્ગદર્શન અને સલાહથી શીખે છે. કેટલાક બાળકો બીજા બાળકોને જોઈને કેટલીક વસ્તુઓ શીખે છે. સોટી વાગે ચમચમની વાત આજના સમયમાં યોગ્ય નથી. પરંતુ અપવાદરૂપ કોઈક બાળક દબડાવવાથી જ શીખી શકે છે. જયારે અમુક બાળકો આ દરેક રીતથી શીખવાને બદલે માત્ર સ્વાનુભાવથી જ શીખે છે.

બાળકોને હેન્ડલ કરવાની કોઈ માસ્ટર કી હોતી નથી. બાળકોને શિખવાડવાની જગ્યાએ પેરેન્ટ્સે એમનું વર્તન સુધારવું જોઈએ. શીખવાડવાથી બાળખ શીખશે નહીં પરંતુ જોવાથી શીખી જશે. એટલે બાળક તમારી સામે હોય ત્યારે ખોટું બોલવાનું પણ ટાળવું જોઈએ. જેથી બાળક સારા સંસ્કાર મેળવે.

X
Depression of a mother with a husband is refreshing in the child's behavior

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી