સાવધાન / આઈફોનના ચાર્જિંગ કેબલને હેક કરીને પણ ડેટા ચોરી થઈ શકે છે

Data stealing can also be done by hacking the iPhone's charging cable

Divyabhaskar.com

Aug 13, 2019, 06:20 PM IST

ગેજેટ ડેસ્ક: જો તમે આઈફોન યુઝર છો અને તમે નવું ચાર્જિંગ કેબલ ખરીદવા જઈ રહ્યા છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. MG નામના હેકરના જણાવ્યા અનુસાર આઈફોનના ચાર્જિંગ કેબલના માધ્યમથી તમારો પર્સનલ ડેટા ચોરી કરી શકાય છે.

 

‘મધરબોર્ડ’ના રિપોર્ટ પ્રમાણે એપલના ચાર્જિંગ કેબલમાં સહેજ મોડિફિકેશન કરવાથી હેકર્સનું કામ થઈ જાય છે. નજરે જોનારને આ કેબલમાં કરેલું મોડિફિકેશન દેખાતું નથી. આ હેકિંગ કેબલને સ્માર્ટફોનમાં પ્લગ ઈન કરવાથી હેકર આસપાસના કોઈ ડિવાઇસ અથવા વાઈ-વાઈથી યુઝરના ડિવાઇસને મેલેશિયસ પેલોડ્સ અથવા કરપ્ટેડ સોફ્ટવેર મોકલે છે.

રિપોર્ટ અનુસાર આ ચાર્જિંગ કેબલ ઘણા પ્રકારના પેલોડ્સ, સ્ક્રિપ્ટ અને કમાન્ડ્સથી સજ્જ હોય છે. તેને હેકર યુઝરની ડિવાઇસ પર રન કરે છે. હેકર કેબલ દ્વારા ચોરી કરાયેલા ડેટાના પુરાવાઓનો પણ નાશ કરે છે. યુઝરના કેબલ ડિવાઈસમાં લગાવ્યા બાદ હેકર સ્ક્રીન થોડી વાર માટે લોક કરી શકે છે. યુઝર નવો પાસવર્ડ નાખે તો પણ હેકર બધી જ ડિટેઈલ કલેક્ટ કરી શકે છે.

MG નામના હેકરે જણાવ્યું કે, આ એક વિશિષ્ટ પ્રકારના લાઈટનિંગ USB કેબલ ક્રોસ પ્લેટફોર્મ અટેક પેલોડ્સનું કામ કરે છે. આજકાલ યુઝરને ખબર હોય છે કે પેન ડ્રાઈવનો ઉપયોગ પૂરેપૂરો સલામત નથી, છતાં એ વાતની તેમને કલ્પના પણ નહીં હોય કે તેના માધ્યમથી ફોનનો ડેટા પણ ચોરી કરી શકાય છે. MGએ પોતે એપલ કેબલમાં થોડું મોડિફિકેશન કરીને હેક થઈ શકે તેવો કેબલ તૈયાર કરીને પણ બતાવ્યો હતો.

X
Data stealing can also be done by hacking the iPhone's charging cable
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી