તકેદારી / વોટ્સએપમાં ફરતા મેસેજ ક્યાંથી આવ્યા તેની માહિતી કંપનીએ ટ્રેસ કરવી પડશે

Company will have to trace information about where the coming from message in WhatsApp

Divyabhaskar.com

Jun 18, 2019, 05:34 PM IST

ગેજેટ ડેસ્ક. દુનિયાભરમાં WhatsApp યુઝર્સની સંખ્યા 1.5 અબજ કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ યુઝર્સ ભારતનાં છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત સરકાર WhatsAppને સતત કરી રહી છે કે, તેમાં યુઝર્સ દ્વારા ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ ઉપર નજર રાખવામાં આવે. મેસેજને ટ્રેસ કરવામાં આવે. વોટ્સએપ તેના ઉપર ઘણું કામ કરી ચૂક્યું છે છતાં જોઈએ તેવા પરિણામ નથી મળ્યા. હવે સરકારે ફરીથી તેને સૂચના આપી છે અને તટસ્થ રીતે કામ કરવા વોટ્સએપને સૂચના આપી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ સરકારે વોટ્સએપને જણાવ્યું છે કે, આ પ્લેટફોર્મ પર ફરતા મેસેજનાં ઓરિજિનને ટ્રેસ કરવામાં આવે. તેના માટે ડિજિટલ ફિંગરપ્રિન્ટ લાવવાની સૂચના પણ આપી છે. જેનાથી એ જાણી શકાય કે વોટ્સએપમાં આવેલા મેસેજના ઓરિજિન શું છે, અને તે મેસેજ કેટલા લોકોએ વાંચ્યો છે.

ડિજિટલ ફિંગપ્રિન્ટનો મતલબ એવો નથી કે યુઝર્સનાં મેસેજ વાંચવામાં આવી રહ્યા છે, તેનાથી મેજેસમાં કોઈ દખલ કરવામાં નહીં આવે. પરંતુ સરકારે આપેલી સૂચના મુજબ વોટ્સએપમાં ફરતા મેસેજ ટ્રેસ કરવામાં આવે અને તેના માટેની રીત વોટસએપે વિકસાવવી આવશ્યક રહેશે.

સરકાર તરફથી કહેવું છે કે, કોઈપણ મેસેજને ટ્રેસ કરવો કંપની માટે અશક્ય નથી. કારણકે હાલ આપણે ઈન્ટરનેટ પર એવી સ્થિતિ સુધી પહોંચી ગયા છે કે હવે સિક્યોરિટીને લઈને આવી કામગીરી કરવી આવશ્યક બની ગઈ છે.

WhatsApp તરફથી આ બાબતને લઈને હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ પહેલાં ઘણી વખત વોટ્સએપ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, કંપની દ્વારા કોઈપણ યુઝર્સનાં મેસેજનાં ઓરિજિન સુધી પહોંચવું કે ટ્રેસ કરવું મુશ્કેલ છે. કારણ કે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વાળું પ્લેટફોર્મ છે. તેથી મેસેજ ટ્રેસ કરવાનો અખતરો કરવો કંપની માટે મુશ્કેલ છે.

X
Company will have to trace information about where the coming from message in WhatsApp
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી